અમદાવાદ સાબરમતી રિવરફ્રંટને લઇને આવ્યા સૌથી મોટા સમાચાર

0
93

અમદાવાદમાં સાબરમતી નદી પર રિવરફ્રંટ બનાવામાં આવ્યો છે. શહેરની સાબરમતી નદીની બંને બાજુ રિવરફ્રંટ બનાવામાં આવ્યો છે. ત્યારે સાબરમતી રિવરફ્રંટને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. સાબરમતી નદી પરના રિવરફ્રંટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી મળી ગઇ છે.

  • અમદાવાદ સાબરમતી રિવરફ્રંટને લઈને મોટા સમાચાર
  • રિવરફ્રંટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગન મંજૂરી મળી
  • રિવરફ્રંટની પૂર્વમાં 5.8 કી.મીનો ઉમેરો થશે 
  • પશ્ચિમ રિવરફ્રંટમાં 5.2 કી.મીનો ઉમેરો થશે

પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદ ખાતેના સાબરમતી રિવરફ્રંટને લઇને અગત્યના સમાચાર મળ્યાં છે. જેમાં રિવરફ્રંટ ફેઝ-2ના કોન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી મળી ગઇ છે. જેના કારણે રિવરફ્રંટની પૂર્વ અને પશ્ચિમના કિનારામાં વધારો થશે. 

એક મળતા અહેવાલ મુજબ સાબરમતીના રિવરફ્રંટની પૂર્વમાં 5.8 કીમીનો જ્યારે પશ્ચિમ રિવરફ્રંટમાં 5.2 કીમીનો ઉમેરો થશે. સાબરમતી પરના રિવરફ્રંટને ઇન્દિરા બ્રિજ સુધી બંને કિનારા લંબાવામાં આવશે. 

તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રંટના ફેઝ-2 કોન્સેપ્ટ પ્લાનિંગને મંજૂરી આપતા આશરે 11.5 કિ.મીનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. આમ મંજૂરી મળ્યા બાદ કામગીરી હાથ ધરાતા સાબરમતી રિવરફ્રંટ 34 કિમીનો બનશે. આ સાથે સાબરમતી નદીની બંને બાજુ વિકાસકાર્યો કરવામાં આશે. ફેઝ-2ની કામગીરીમાં આશરે 850 કરોડનો ખર્ચ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here