દેશમાં 101 દિવસ બાદ કોરોનાના કેસ ઘટ્યા, 24 કલાકમાં 488 દર્દીના થયા મોત

0
75

દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યાનો આંક 79 લાખ 46 હજાર 429 થયો છે. સોમવારે સંક્રમણના 36470 કેસ આવ્યા છે. 101 દિવસ બાદ આ સંખ્યા 40 હજારથી નીચે આવી છ. 24 કલાકમાં 488 દર્દીના જીવ ગયા છે. સારી વાત એ છે કે કોરોનાથી 72 લાખ 1 હજાર 70 લોકો રિકવર થયા છે. ભારત રિકવરીમાં 5 સૌથી સંક્રમિત દેશોમાં ટોપ પર છે. અહીં રિકવરી રેટ 90 ટકાથી વધારે છે. 100માંથી 90 લોકો સાજા થયા છે. રિકવરીમાં બ્રાઝિલ બીજા નંબરે છે.

  • દેશમાં ઘટ્યું કોરોના સંક્રમણ
  • 101 દિવસ બાદ પહેલીવાર ઘટ્યા કેસ
  • 24 કલાકમાં 488 મોત અને 66470 કેસ આવ્યા

7 દિવસમાં 1.18 લાખ એક્ટિવ કેસ ઘટ્યા

એક્ટિવ કેસના કેસમાં ઘટાડો થયો છે. અત્યારે 6 લાખ 25 હજાર 857 કેસ થયા છે. અત્યારે 6 લાખ 25 હજાર 857 એક્ટિવ કેસ છે. દેશમાં 6 લાખ 55 હજાર 935 દર્દી એવા છે જેની સારવાર ચાલી રહી છે. રોજ 12 હજાર એક્ટિવ કેસ ઘટી રહ્યા છે.

અત્યાર સુધી કેટલું ટેસ્ટિંગ

ભારતીય ચિકિત્સા અનુસંધાનમાં આજે કહેવાયું છે કે દેશમાં 26 ઓક્ટોબર સુધી કોરોનાના કુલ 10 કરોડ 44 લાખ 20 હજાર 894 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. તેમાંથી 9 લાખ 58 હજાર 116 સેમ્પલ ટેસ્ટ કરાય છે. 

દુનિયામાં કોરોનાના કેટલા કેસ
 
દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના 24 કલાકમાં 4 લાખ કેસ આવ્યા છે. તેમાં પહેલા દિવસે રેકોર્ડ 4.52 લાખ કેસ આવ્યા છે. છેલ્લા દિવસોમાં સૌથી વધુ કેસ અમેરિકામાં આવ્યા છે. ત્યારબાદ ભારત, ફ્રાન્સ, બ્રાઝિલ, બ્રિટન, ઈટલી, બેલ્જિયમમાં સૌથી વધુ કેસ આવ્યા છે. 

વર્લ્ડોમીટર અનુસાર દુનિયામાં અત્યાર સુધીમાં 4 કરોડ 33 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. તેમાં 11 લાખ 59 હજાર લોકોએ જીવ ખોવ્યો છે. 3 કરોડ 19 લાખ લોકો સાજા થયા છે. દુનિયામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 કરોડ થઈ છે. હાલમાં કેટલાકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 3645 લોકો સંક્રમિત થયા છે જ્યારે 9905 લોકો રિકવર થયા છે. 84 દર્દીના મોત થયા છે. 16 લાખ 48 હજાર 665 લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. તેમાંથી 1 લાખ 34 હજાર 137 દર્દીની સારવાર ચાલી રહી છે. 14 લાખ 70 હજાર 660 લોકો સાજા થયા છે. બિહારમાં સોમવારે 513 કોરોના સંક્રમિત આવ્યા છે. 1087 લોકો રીકવર થયા છે. જ્યારે 2 લાખ 2 હજાર 7 દર્દીના મોત થયા છે. રાજધાનીમાં 4 હજારથી વધારે કેસ આવ્યા છે. યૂપીમાં દર્દી 4 લાખ 72 હજાર 68 થયો છે. 24 કલાકમાં 1798 કેસ આવ્યા છે. 2441 લોકો સાજા થયા છે અને 20ના મોત થયા છે. સંક્રમણના કારણે 6902 દર્દીના મોત થયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here