જેકલીને તેના સ્ટાફ મેમ્બરને દશેરા પર ગિફ્ટ કરી કાર, પૂજા કરીને…

0
104

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન એક્ટિંગ જ નહી પરંતુ તેમની દરિયાદીલી માટે પણ જાણીતી છે. બોલિવૂડની સનશાઇન ગર્લ એટલે કે જેકલીન પોતાની પોઝીટીવ વાઇબ્સ સાથે પોતાના આસપાસના લોકોને પણ ખુશ કરી દે છે.

  • જેકલીને બતાવી દરિયાદીલી 
  • સ્ટાફ મેમ્બર સાથે રાખે છે સારો વ્યવહાર 
  • પૂજા કરીને સોંપાઇ કારની ચાવી 

જેકલીનના કામની લોકો ખૂબ વાહ વાહ કરે છે ત્યારે જેકલીને દશેરાના શુભ અવસર પર પોતાના સ્ટાફના એક સદસ્યને ગાડી ગિફ્ટ કરી હતી અને તેને સરપ્રાઇઝ આપી હતી. 

મળતી માહિતી અનુસાર એક સરપ્રાઇઝ સેટ પર ડિલીવર કરવામાં આવ્યુ જ્યારે જેકલીન શૂટિંગ કરી રહી હતી. માટે જેકલીન એક ઇન્સ્પેક્ટરની વર્દીમાં જોવા મળે છે. 

વીડિયોમાં જેકલીન પોલિસના કોશ્ચ્યુમમાં જોવા મળે છે અને તેના હાથમાં મિઠાઇ અને પૂજાના સામાનથી સજેલી એક થાળી છે. સ્ટાફ મેમ્બરને કાર સોપ્યા બાદ નારીયેળ પણ વધેર્યુ હતુ. 

તમને જણાવી દઇએ કે જેકલીને પોતાના એક મેક અપ આર્ટિસ્ટને પણ એક કાર ગિફ્ટ કરી ચૂકી છે. તે દરેક માટે દયા બતાવે છે અને લોકોની મદદ કરતી રહે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here