- સોમવારે રાજકોટમાં 81 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો
રાજકોટમાં 24 કલાકમાં 4 દર્દીના કોરોનાથી મોત થયા છે. શહેરમાં 21 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 8300ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 549 દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે સોમવારે રાજકોટમાં 81 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
સોમવારે છેલ્લા 3 મહિનામાં સૌથી ઓછો પોઝિટિવ આંક જોવા મળ્યો
રાજકોટમાં સોમવારે કોરોના કાળના છેલ્લા 3 મહિનામાં સૌથી ઓછો આંક જોવા મળ્યો છે. સોમવારે નવા કેસની સંખ્યા શહેર અને જિલ્લા થઈને 68 થઈ છે. જ્યારે 4 મહિનામાં સૌથી ઓછા 2 મોત સોમવારે નોંધાયા છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં ખૂબ જ વધારે રહી હતી. તે સમયે એકાદ મહિનામાં કેસની સંખ્યા ફરીથી ઘટાડાના ટ્રેન્ડ તરફ જશે તેવું કહેવાયું હતું. ઓક્ટોબર માસનો અંત આવતા સંખ્યા પણ ઘટી રહી હોવાનું તંત્રના આંકડા પરથી લાગી રહ્યું છે.
નવ વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન
રાજકોટ મનપાએ વધુ નવ વિસ્તારને માઇક્રો કન્ટેનઇમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભગવતીપરા મેઇન રોડ ઓમનગર, નવયુગપરા દૂધસાગર મેઇન રોડ, આંબેડકરનગર મેઇન રોડ ગોંડલ રોડ, આર્યનગર, સોમનાથ સોસાયટી રૈયારોડ, અલ્કાપુરી સોસાયટી કુવાડવા મેઇન રોડ, ન્યૂ સાગર સોસાયટી કોઠારિયા મેઇન રોડ અને ગવલીવાડ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કર્યા છે. જેના પગલે રાજકોટ શહેરમાં હાલ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ 47 વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે.