મુંબઈમાં તહેવારો પર આતંકી હુમલાનો એલર્ટ, પોલીસે ડ્રોન ઉડાવવા પર મુક્યો પ્રતિબંધ

0
160

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે. ગુપ્તચર એજન્સીએ જણાવ્યું છે કે આતંકવાદીઓ મુંબઈમાં મોટો હુમલો કરી શકે છે. મુંબઈ પોલીસે પણ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. હુમલો થવાની સંભાવના બાદ શહેરમાં ડ્રોન  ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  

આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન રિમોટ કંટ્રોલથી ચાલતા એરક્રાફ્ટ કે એર મિસાઈલ વડે ભીડ હોય તેવી જગ્યાએ હુમલો થઈ શકે છે. રક્ષા નિષ્ણાંતો પણ માને છે કે વર્તમાન સમયમાં પાકિસ્તાન અને આતંકી સંગઠન માત્ર રાજનીતિક અસ્થિરતા અને તહેવારોમાં ખલેલ ઊભી કરવા માટે મોટી ઘટનાને અંજામ આપી શકે છે. ગત સપ્તાહમાં ઈનપૂટ મળ્યા હતા કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ભારતમાં હુમલો કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અલ બદ્રને આપી છે. આ સંગઠનોએ આતંકીઓને તાલીમ આપી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here