રશિયન વેક્સિનની કમાલ, 85 ટકા વોલેન્ટિયરને કોઇપણ પ્રકારની આડ અસર થઇ નથી

0
100

આમ તો દુનિયાભરમાં કોરોનાવાયરસ વિરોધી રસી બનાવવાની કામગીરી ચાલી રહી છે અને ટ્રાયલ ના તબક્કા ચાલી રહ્યા છે ત્યારે રશિયાની સરકારે એવો દાવો કર્યો છે કે અમારી વેક્સિન ની સફળતા યથાવત્ રહી છે અને 85 ટકા જેટલા આરોગ્ય કર્મીઓની માં કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળી નથી.


રશિયા ની રસી ના ત્રીજા તબક્કા ટ્રાયલના પરિણામો રશિયાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રશિયાની સરકારે આ પહેલા એવો દાવો કર્યો હતો કે દુનિયામાં સૌ પ્રથમ અમારા દ્વારા કોરોના રસી બનાવવાની શરૂઆત થઇ હતી અને તબક્કાવાર અમે તેમાં આગળ વધીને સફળ રહ્યા છીએ.


ધ મોસ્કો ટાઈમ ના અહેવાલમાં રશિયાની સરકારે ત્રીજા તબક્કાના પરીક્ષણોના પરિણામો જાહેર કયર્િ છે અને 85% આરોગ્ય કર્મીઓ પર કોઈ પ્રકારની નેગેટિવ અસર જોવા મળી નથી. આ આ રસીને રશિયાની સરકારે સૌથી વધુ સુરક્ષિત અને સૌથી વધુ અસરકારક ગણાવી છે.


રશિયાની સરકારે એવો દાવો પણ કર્યો છે જે ખૂબ જ જલ્દી આ રસીને લોકો વચ્ચે ઉપલબ્ધ કરવામાં આવશે અને વિદેશમાં પણ તેની સપ્લાય કરવામાં આવશે જો કે સૌપ્રથમ રશિયાના નાગરિકોને રસી પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here