વોટ્સએપ(Whatsapp) ઝડપથી તેની બિઝનેસ ચેટ સેવાઓ માટે કંપનીઓ પાસેથી ચાર્જ વસુલવાનું શરુ કરશે. ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ Whatsapp દ્વારા તાજેતરમાં જ આ જાણકારી શેર કરવામાં આવી હતી.
Whatsapp બિઝનેસનાં ૫૦ મિલીયનથી વધુ યુઝર્સ છે. જેમને બિઝનેસ માટે પે ટુ મેસેજ ઓપ્શન આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કહયું હતું કે, અમારા દ્વારા પ્રદાન કરવામાં આવતી કેટલીક સેવાઓ માટે બિઝનેસ ગ્રાહકો માટે હવે અમે ચાર્જ લેવાનું નક્કી કરીએ છીએ. જો કે Whatsappએ પોતાના બિઝનેસને કાર્યરત રાખવામાં મદદરૂપ થશે. બે અરબથી વધુ લોકો માટે મફત એન્ડ ટુ એન્ડ ઈન્ક્રીપ્ટેડ ટેક્સ્ટ, વિદીયોકોલ અને વોઈસ કોલ સુવિધાને વધુ ડેવલપ કરવામાં આવશે. હાલમાં એપે બિઝનેસ સર્વિસ પ્રાઈઝીંગ ડીટેલનો ખુલાસો કર્યો નહોતો.
આ સાથે જ બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ તેના ગ્રાહકોને સીધી જ પ્રોડક્ટનો કેટલોગ ચેટ વિન્ડો પર આપી શકશે. આ કેટલોગને જોયા બાદ યુઝર્સને ચેટનાં માધ્યમથી શોપિંગ કન્ટીન્યુ કરવાનો ઓપ્શન આપવામાં આવશે. તેના માટે વિન્ડો પર એક ચેટ બટનનું ઓપ્શન આપવામાં આવશે.