ખાદ્ય ફુગાવો પડકારજનક અને અવરોધક: રિઝર્વ બેન્ક

0
78

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે એમ કહ્યું છે કે ખાદ્યાન્ન ફુગાવો અત્યારે ખૂબ જ પડકારજનક અને અવરોધક બની રહ્યો છે. રિઝર્વ બેંકની સામે એક નહીં બલકે ત્રિવિધ પડકારો આવીને ઉભા છે. આ અવરોધોમાંથી રસ્તો કાઢવાનું કામ ભારે દુષ્કર લાગી રહ્યું છે.


નાણા નીતિની સ્વતંત્રતા જાળવવાની છે અને સાથોસાથ વિદેશી નાણાકીય પ્રવાહ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવાની છે અને ભારતીય કરન્સી ને પણ જાળવવાની છે. આ મહત્વના કામો આ ડે ખાદ્ય ફુગાવો અવરોધક સાબિત થયો છે અને અધૂરામાં પૂરું દેશમાં પુરવઠા ની વ્યવસ્થા પણ હજુ ખામી યુક્ત છે અને અસ્તવ્યસ્ત છે.


આવી સ્થિતિમાં ખાદ્ય ફુગાવો કાબૂમાં રાખવા માટેના પગલાં લેવા જરૂરી બની જાય છે અને બીજી બાજુ દેશ ની કરન્સી ને જાળવવાનું અને વિદેશી નાણાકીય પ્રવાહ ચાલુ રાખવાનું પણ અઘરું બની જાય છે. શક્તિકાન્ત દાસ એ એમ કહ્યું છે કે ખાદ્ય ફુગાવો ટાર્ગેટ થી વધુ ઉપર ચાલ્યો ગયો છે અને તેના કારણે ઘણા બધા અવરોધો સર્જાયા છે.


ફુગાવાની નકારાત્મક સ્થિતિને કારણે જ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી અને વ્યાજદર ઘટાડવામાં આવ્યા નથી. પાછલી બે નાણાનીતિ દરમિયાન રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરો યથાવત્ રાખવામાં આવ્યા હતા કારણકે પરિસ્થિતિ સાનુકૂળ નથી.


આઈએમએફ દ્વારા દેશના અર્થતંત્રમાં હજુ પણ મોટા ઝટકા લાગવાના છે તેવો રિપોર્ટ જારી થયો હતો અને એ જ રીતે વર્લ્ડ બેંક દ્વારા પણ આ પ્રકારનો જ નકારાત્મક અહેવાલ આપવામાં આવ્યો હતો અને રિઝર્વ બેન્ક દ્વારા પણ વૃદ્ધિ દરમાં ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here