બ્રિટનમાં આવતા સપ્તાહે કોરોનાની રસીની તૈયારી

0
101

બ્રિટનની રાજધાની લંડનની એક મોટી હોસ્પિટલના સ્ટાફને નવેમ્બર સુધીમાં કોરોનાની રસીની પહેલી બેન્ચ માટે તૈયાર રહેવાની સૂચના આપી દેવાઈ છે. ધ સનના રિપોર્ટ અનુસાર, ઓક્સફોર્ડ યુનિ. અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી રસીનો શોટ નવેમ્બર સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે.


ધ સને એવો દાવો પણ કર્યો છે કે આ હોસ્પિટલને જણાવી દેવાયું છે કે તે 2 ઓક્ટોબર સુધીમાં આ અંગેની તૈયારી કરી લે. દુનિયાભરમાં કોરોનાથી અત્યારસુધીમાં 11 લાખથી વધુ લોકોના મોત થયા છે, ત્યારે ઓક્સફોર્ડની આ રસી વાયરસ સામે લડવામાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.


1222 અથવા 1 -19 તરીકે ઓળખાતી આ વેક્સિનને ઓક્સફોર્ડ યુનિ.ના વૈજ્ઞાનિકોએ એસ્ટ્રાઝેનેકા નામની ફામર્િ કંપ્ની સાથે મળીને એપ્રિલમાં બનાવવાનું શરુ કર્યું હતું. આ બ્રિટિશ કંપ્નીએ દુનિયાના અલગ-અલગ દેશોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે પણ જે-તે દેશની કંપ્નીઓ સાથે ડીલ કરી છે.


ભારતમાં પુણે સ્થિત કંપ્ની સિરમ ઈન્સ્ટિટ્યૂટ તેનું પ્રોડક્શન કરી રહી છે, અને હાલ ભારતમાં આ રસીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં રશિયાએ કોરોનાની રસી બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. તે સિવાય જો કોઈ રસી સૌથી એડવાન્સ તબક્કામાં હોય તો તે ઓક્સફોર્ડની રસી છે. આ વેક્સિન એક વર્ષ સુધી કોરોના સામે રક્ષણ આપી શકે છે તેમ તેના સીઈઓ પાસ્કલ સોરિઓટે જૂન મહિનામાં જણાવ્યું હતું.


ફાઈનાન્શિયલ ટાઈમ્સમાં સોમવારે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, આ રસીના શરુઆતના પરિણામોમાં તે વૃદ્ધો પર પણ કારગત નીવડી છે. જોકે, તેમાં સાથે એ પણ જણાવાયું હતું કે પોઝિટિવ ઈમ્યુનોજેનિસિટી ટેસ્ટ વૃદ્ધોમાં આ રસી કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ સર્જવા સક્ષમ છે તેની સો ટકા ગેરંટી નથી આપતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here