ઇપીએફઓ: પીએફ પર હવે વધુ વ્યાજ સાથે ન્યૂનત્તમ પેન્શન રૂપિયા 5,000 થઈ શકે

0
70
  • સંસદીય સમિતિ દ્વારા રચાયેલી પેનલનો રિપોર્ટ તૈયાર, ટૂંક સમયમાં જાહેરાત


કેન્દ્ર સરકાર હવે પીએફ ખાતાઓમાં જમા થયેલી રકમ પર વધુ રિટર્ન આપવાની તૈયારી કરી રહી છે અને હવે પીએફ પર વધુ વ્યાજ સાથે ન્યૂનતમ પેન્શનની રકમ રૂપિયા 5,000 થઈ શકે છે તેવી માહિતી સરકારના અંતરંગ વર્તુળો દ્વારા આપવામાં આવી છે.


આ માટે સંસદીય સમિતિ દ્વારા એક પેનલની રચના કરવામાં આવી હતી અને તેને આ બાબતમાં કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેના દ્વારા ભલામણ સાથે નો રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને આવતા અઠવાડિયે આ પેનલની મહત્વની બેઠક મળી રહી છે જેમાં અલગ-અલગ મુદ્દાઓ પર ચચર્િ વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર સરકાર સંગઠિત અને અસંગઠિત બંને સેન્ટરના કામદારોને ઈપીએફઓ હેઠળ એક સરખો લાભ આપવા માગે છે અને તે માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.


ઇટો ના ભઠ્ઠામાં કામ કરતા કારીગરો તેમજ રિક્ષા ચાલકો અને શેરી ગલીઓમાં ફેરી કરીને ગુજરાન ચલાવતા લોકો માટે એકસરખો લાભ આપવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ઓ જણાવો જેમ કે પ્રધાનમંત્રી શ્રમ યોજના અને ધન યોજના હેઠળ આ તમામ ગરીબ વર્ગને સાંકળીને તેમને એક સરખો લાભ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે અને તેની જવાબદારી પેનલને સોંપવામાં આવી છે અને તેના દ્વારા આવતા અઠવાડિયે મળનારી બેઠકમાં રૂપરેખા રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પેન્શનની રકમ પણ ન્યૂનતમ રૂપિયા 5,000 થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here