નવ મહિના બાદ ગુજરાત મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદી ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવી શકશે!

0
77
  • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે ફેબ્રુઆરીમાં મોદી ગુજરાત આવ્યા હતા, 31 ઓક્ટોબર સરદાર પટેલ જયંતી નિમિત્તે ફરી આવી રહ્યા છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદન સમારોહમાં તેઓ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવ્યા હતા, હવે વિધાનસભાની પેટાચૂંટણીના બે દિવસ પહેલાં તેઓ ગુજરાત આવી રહ્યા છે, જેથી ભાજપ માટે મોદીની મુલાકાત પેટાચૂંટણીમાં ફાયદાકારક બને એવી શક્યતા છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2020ના વર્ષમાં નવ મહિના પછી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગયા ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અભિવાદન સમારોહ સમયે ગુજરાત આવ્યા હતા. હવે 30મી ઓક્ટોબરે સાંજે તેઓ ગાંધીનગર આવી રહ્યા છે. તેઓ 31મીએ સરદાર પટેલ જન્મજયંતીની ઉજવણી પ્રસંગે આવી રહ્યા છે.

મોદી કેવડિયા જઈને કેવી જાહેરાત કરે છે એના પર ગુજરાતની નજર
વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું વહીવટીતંત્ર તેમના સ્વાગત માટેની તૈયારી કરી રહ્યું છે, તો બીજી બાજુ ભાજપના પ્રદેશ નેતાઓ પણ ઉત્સાહિત છે, કેમ કે પેટાચૂંટણી સમયે જ મોદીની મુલાકાત ભાજપ માટે ઘણી મહત્ત્વની બની રહે તેમ છે. ગુજરાતમાં ત્રીજી નવેમ્બરે વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી થવાની છે એ પહેલાં મોદીનો આ પ્રવાસ અતિ મહત્ત્વનો બની જાય છે. રાજ્યમાં આઠ બેઠકનો ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે. ત્રીજી નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે મોદી 31મી ઓક્ટોબરે કેવડિયા જઇને કેવી જાહેરાત કરે છે એના પર ગુજરાતની નજર છે.

મોદીની ગુજરાત મુલાકાત ભાજપ માટે ખાસ બની શકે
વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના પ્રદેશ નેતાઓ અને આગેવાનોની ફોજ હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે, પણ મતદારો હજુ સુધી ચાર્જ થતા ના હોવાનું અનુમાન ભાજપના નેતા કરી રહ્યા છે અને આ ચૂંટણીમાં મોદી અને અમિત શાહની કમી વર્તાતી હતી, પરંતુ મોદીની ગુજરાત મુલાકાત ભાજપ માટે ખાસ બની શકે છે.

અમદાવાદના રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવ્યું
31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજ્યંતી આવી રહી છે ત્યારે મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઇને તેમને અંજલિ આપશે તેમજ કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે. મહત્ત્વની બાબત એવી છે કે અમદાવાદના રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવ્યું છે, જ્યારે કેવડિયામાં પણ તળાવમાં એરોડ્રામ બનાવવામાં આવ્યું છે. મોદી સી-પ્લેનમાં સફર કરીને ગુજરાતના ટૂરિઝમને ઉત્તેજન આપવા સી-પ્લેનનો પ્રોજેક્ટ લોકો માટે ખુલ્લો મૂકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here