બંગાળમાં આગામી 7 દિવસ, MPમાં દર રવિવારે અને પટણામાં 10-15 જુલાઈ સુધી લોકડાઉનઃ દેશમાં 7.68 લાખ કેસ

0
311
  • દેશમાં અત્યાર સુધી 21 હજાર 144 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9448 લોકોના મોત
  • ઈલાજ માટેની દવાના કાળા બજાર પર કેન્દ્ર સરકાર કડક, રાજ્યોને નિયંત્રણ લાદવા આદેશ કર્યો

નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખ 68 હજાર 345 થઈ ગઈ છે. આ આંકડા covid19india.orgના પ્રમાણે છે.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ગુરુવાર સાંજે 5 વાગ્યાથી રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન લાગૂ થઈ જશે. હાલમાં તે ફક્ત 7 દિવસ માટે હશે. જો વધુ જરૂર પડશે તો તેને વધુ લંબાવવામાં આવી શકે છે.

તો બીજી તરફ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરોને હોમ ક્વોરન્ટિન થઈ ગયા છે. તેમનો ટૂંક સમયમાં જ કોરોના ટેસ્ટ કરાશે. મંગળવારે હેમંત સોરેનના મંત્રી મિથિલેશ ઠાકુર અને ધારાસભ્ય મથુરા પ્રસાદના સંપર્કમાં આવ્યા હતા. બન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી ઓફિસના તમામ અધિકારી અને કર્મચારીઓને હોમ ક્વોરન્ટિનનો આદેશ આપવામાં આવ્યો છે. 

મધ્ય પ્રદેશમાં વધી રહેલા કોરોનાના કેસની સ્થિતિને જોતા ગૃહ પ્રધાન અને સ્વાસ્થ્ય મંત્રી નરેત્તમ મિશ્રાએ બુધવારે કહ્યું કે હવે રવિવારે સંપૂર્ણ મધ્ય પ્રદેશમાં ટોટલ લોકડાઉન રહેશે. અન્ય પ્રદેશોથી આવતા લોકોથી પ્રદેશની સ્થિતિ બદલાઈ રહી છે. અન્ય પ્રદેશમાંથી આવતા લોકોની બોર્ડર પર તપાસ થશે. ઓડિશાએ તમામ શહેરી ક્ષેત્રોમાં 9થી 13 જુલાઈ સુધી અને આસામે 9થી 15 જુલાઈ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે.

મહારાષ્ટ્રમાં બુધવારે લોજ અને હોટલ ખુલી જશે. સરકારે 33% સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ ગાઈડલાઈન્સ પણ નક્કી કરાઈ છે. જો કે, હાલ રેસ્ટોરન્ટ પર પ્રતિબંધ ચાલું રહેશે. 
તો આ તરફ કેન્દ્ર સરકારે સંક્રમિત દર્દીઓના સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર દવાના કાળા બજારની ફરિયાદને ગંભીરતાથી લીધી છે. સરકારે મંગળવારે રાજ્યોને કહ્યું કે, તે હોસ્પિટલમાં યોગ્ય ભાવે રેમડેસિવિર દવાની પૂરતી સપ્લાઈ કરાવે.

  • હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે, હરિયાણાના ફરીદાબાદમાં પહેલી પ્લાઝ્મા બેન્ક શરૂ કરાશે
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે બુધવારે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 1 કરોડ 4 લાખ 73 હજાર 771 ટેસ્ટ થઈ ચુક્યા છે. જેમાંથી 2 લાખ 62 હજાર 679 સેમ્પલ 7 જુલાઈએ ટેસ્ટ કરાયા હતા.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 752 કેસ સામે આવ્યા હતા. સાથે 482 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં 7 લાખ 42 હજાર 417 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 2 લાખ 64 હજાર 944 એક્ટિવ કેસ છે અને 4 લાખ 56 હજાર 831 દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી 20 હજાર 642 લોકોના મોત થયા છે. 
  • ગુજરાત હાઈકોર્ટ 10 જુલાઈ સુધી બંધ રહેશે. છેલ્લા બે દિવસમાં અહીંયા 6 કર્મચારી સંક્રમિત મળ્યા હતા. હાઈકોર્ટના પરિસરમાં સેનેટાઈઝેશનનું કામ ચાલી રહ્યું છે.
  • રાજ્યોની સ્થિતિ
    મધ્યપ્રદેશઃ રાજ્યમાં મંગળવારે 343 દર્દી મળ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, એમપીમાં 111768 દર્દી સાજા થઈ ગયા છે. આ સાથે જ રિકવરી રેટ 75% પહોંચી ગયો છે. કોરોના કન્ટેન્ટમેન્ટ ઝોની સંખ્યા વધીને 1,262 થઈ ગઈ છે. સાથે જ ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી 4 લાખ 27 હજાર 143 સેમ્પલની તપાસ કરાઈ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં મંગળવારે સંક્રમણના 5134 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં અત્યાર સુધી 9 હજાર 250 લોકોના મોત થયા છે. જેમાંથી 5002 લોકો મુંબઈથી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીવાળી વસ્તી ધારાવીમાં મંગળવારે એક કેસ સામે આવ્યો હતો. અહીંયા અત્યાર સુધી 2335 લોકો સંક્રમિત થયા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 933 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં હવે દરરોજ 30 હજાર સેમ્પલની તપાસ કરાઈ રહી છે. UPનો રિકવરી રેટ પણ લગભગ 69% છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કાનપુર ખાતે આવેલા આશ્રય ગૃહમાં 57 કિશોરીઓના સંક્રમિત થવા અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

રાજસ્થાનઃ રાજ્યમાં મંગળવારે એક જ દિવસમાં 716 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. સાથે જ 11 લોકોના મોત થયા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, કોરોના સંક્રમણ પર નિયંત્રણના મામલામાં રાજ્ય દેશના અન્ય રાજ્યોથી આગળ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે તમામ પેરામીટર્સ પર રાજસ્થાન આગળ હોવાથી અહીંયા દર્દીઓ સતત સાજા થઈ રહ્યા છે.

બિહારઃ રાજ્યમાં મંગળવારે 5168 સેમ્પલની તપાસ કરાઈ હતી. જેમાં 385 પોઝિટિવ મળ્યા હતા. જેમાંથી મુખ્યમંત્રીની ભત્રીજી, પરિહાર(સીતામઢી)ના ભાજપના ધારાસભ્ય,JDUના એક નવનિયુક્ત કાઉન્સિલર, પટનાના મેયરના પુત્ર પણ સામેલ છે. સંસદીય કાર્ય મંત્રી શ્રવણ કુમારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો બીજી બાજુ સાત માર્ચથી સાત જુલાઈ વચ્ચે રાજ્યમાં 2.69 લાખ સેમ્પલની તપાસમાં 12525 દર્દી સામે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here