એક સમયના કોલસેન્ટર માફિયા નીરવ રાયચુરાના ચાંગોદર સ્થિત બંગલામાંથી દારૂનો અદ્યતન બાર મળ્યો, પોલીસના દરોડા પહેલાં પત્ની ફરાર

0
85
  • રેન્જ રોવર કાર અને વિદેશી બ્રાન્ડની મોંઘી દારૂની બોટલો સહિત નીરવના ઘરમાંથી એક હથિયાર પણ પોલીસ મળ્યું છે
  • મોટા સોફા,એસી અને થિયેટર સાથેની સુવિધાઓ સાથેનો બાર જોતાં જ પોલીસની આંખો પહોળી થઈ ગઈ

અમદાવાદ શહેરમાં એક સમયે બોગસ કોલસેન્ટર ચલાવતા બેતાજ બાદશાહ ગણાતા નીરવ રાયચુરાને ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ આનંદનગર રોડ પર આવેલી ઓફિસમાં દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં નીરવનું ચાંગોદરસ્થિત રિવેરા ગ્રીન બંગલોઝમાં મકાન હોવાનું જણાવ્યું હતું, જેથી ગ્રામ્ય પોલીસે ઘરે દરોડા પાડતાં ઘરમાં એક વૈભવી બાર મળી આવ્યો હતો, જેમાં વિદેશની અલગ અલગ બ્રાન્ડની ભરેલી પાંચ જેટલી બોટલ સાથે 10 જેટલી ખાલી બોટલ પણ મળી આવી હતી.

પોલીસને ઘરના કમ્પાઉન્ડમાંથી રેન્જ રોવર કારમાંથી એક મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી હતી. ઘરમાંથી ગેરકાયદે હથિયાર પણ મળ્યું છે. જોકે તેનું લાઇસન્સ હોવાની પણ પોલીસને પ્રાથમિક માહિતી મળી છે.નિરવ રાયચૂરાના ઝડપાયા બાદ ગ્રામ્ય પોલીસ ચાંગોદર ખાતે તેના ઘરે દરોડા પાડવા પહોંચે તે પહેલાં જ નિરવની પત્નીને જાણ થઈ જતાં જ તે ઘરેથી ફરાર થઈ ગઈ હતી. નિરવની પત્ની ફરાર થઈ જતાં અનેક સવાલો ઉભા થયાં છે.

ઘરમાં બારમાં રહેલી દારૂની બોટલ.

ઘરમાં બારમાં રહેલી દારૂની બોટલ.

થિયેટર સાથેની સુવિધાઓ ધરાવતો બાર
ડીસીપી પ્રેમસુખ ડેલુએ ગ્રામ્ય એસપી વીરેન્દ્રસિંહને માહિતી આપી હતી કે ચાંગોદરમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં નીરવ રાયચુરાનું ઘર આવેલું છે. આની સૂચના આપતાં ચાંગોદર અને ગ્રામ્ય પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા પાડતાં ઘરેથી તેની પત્ની ફરાર થઇ ગઇ હતી. ઘરમાં પોલીસે પ્રવેશ કરતાં એક રૂમમાં જોતાં જ પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. રૂમમાં અદ્યતન દારૂ સાથેનો બાર મળી આવ્યો હતો. મોટા સોફા,એસી અને થિયેટર સાથેની સુવિધાઓ સાથેનો બાર હતો.

પોલીસને 1 લિટરની અન્ય દેશોની દારૂની બોટલો મળી આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાંગોદરમાં નીરવના ઘરે દરોડો પાડતાં દારૂનો બાર મળી આવ્યો હતો, જેમાં મોંઘી દારૂની બોટલો મળી આવી હતી. આ સંબંધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિદેશની બ્રાન્ડની બોટલ ઈમ્પોર્ટ કરવી અને ઘરમાં બાર રાખવો ગુનો હોવાથી એ અંગેની પણ કલમો પણ લગાવવામાં આવી છે. ચાંગોદર પોલીસે ફરિયાદમાં નીરવ રાચયુરા અને તેની પત્ની ક્રિષ્ના રાયચુરાને આરોપી દર્શાવ્યાં છે. ફરાર થઈ ગયેલી ક્રિષ્નાને પકડવા માટે પોલીસે ટીમો બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here