ભાજપના સંગઠન અને સરકાર વચ્ચે તાલમેલનો અભાવ

0
90

પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને મંત્રી ઓ ના નિવેદન વચ્ચે તફાવત: કોંગ્રેસ નિવેદનો પર હાવી… ચૂંટણીપંચ મા કરી ફરિયાદ

ગુજરાત સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નથી તે વાત નક્કી થઈ ચૂકી છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હવે કોંગ્રેસીઓને ભાજપમાં પ્રવેશ નહીં એવું નિવેદન કરે છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ કોંગ્રેસ તૂટે છે તેવા નિવેદનો કરી રહ્યા છે. તો જાહેરસભામા મંત્રીઓ દ્વારા બફાટ કરવામાં આવી રહ્યો છે જેને લઇને કોંગ્રેસે સરકારને ચૂંટણીપંચ મા ઢસડી છે.પરિણામે સરકારને જવાબ આપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા નવરાત્રિની શુભેચ્છા આપતી કોલરટયૂનને લઇને ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે ફરિયાદ કરી છે. આ ફરિયાદ પરની કાર્યવાહી બાકી છે, ત્યા વળી ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં જ વન અને આદિજાતિ ભાજપ નેતા રમણ પાટકરે સ્વીકાર્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણા આપે છે. હવે અંગે વિવાદ વણસ્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ આ અંગે ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી છે. તેની સાથોસાથ મુખ્યપ્રધાનને રાજીનામું આપવાની માંગ કરી છે.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું કે, કપરાડા વિધાનસભાના ઉમેદવાર જીતુ ચૌધરીની રેલી નિકળી હતી. ત્યારે રાજયના વન અને આદિવાસી વિકાસના પ્રધાન રમણ પાટકરે રેલીને સંબોધન કર્યું હતું. જીતુ ચૌધરી કપરાડા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 2017માં ચૂંટણી જીત્યા હતા. પાછળથી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હાલ તેઓએ અનામત બેઠક પરથી કપરાડા વિધાનસભામાં ભાજપ્ના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.


તેમના સમર્થનમાં ગઈકાલે વિજય રૂપાણી તથા ભાજપ નેતા રમણ પાટકરે સભાને સંબોધન કર્યું હતું. મુખ્ય પ્રધાનની હાજરીમાં રમણ પાટકરે કરેલું નિવેદન આઘાતજનક છે.તેમણે સ્વીકાર્યું છે કે જીતુભાઇ કોંગ્રેસના ધારાસભ્ય હતા એટલે અમે ફંડ ઓછું ફાળવતા હતા અને ભાજપ્ના સંગઠનને નાણા ફાળવાના હોય છે. જીતુભાઇ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે વચન આપે ત્યા કામ ન થાય પણ હવે અમે નાણા ફાળવણી કરીશું. કોંગ્રેસના ધારાસભ્યોને સરકાર ઓછા નાણા આપે છે. પ્રધાનએ જનપ્રતિનિધિ ધારો 1951ની કલમ 123નું ઉલ્લંઘન કરતા ભ્રષ્ટાચાર રિત રસમ દ્વારા કપરાડાના મતદારોને સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આકર્ષવાની કામગીરી છે. જે ચૂંટણી પંચના નિયમનું ઉલ્લંઘન છે.


સીએમ વિજય રૂપાણીની હાજરીમાં ભાજપ નેતા પાટકરનું ભાષણ ભાજપ નેતાએ લીધેલ સંવિધાનના શપથનું ખુલ્લેઆંમ ઉલ્લંઘન કર્યું છે, કારણ કે ભાજપ નેતા શપથ લેતી વખતે કહ્યું હતું કે હું કોઇ સાથે ભેદભાવ નહી કરુ પણ આતો ભાજપ સરકાર ભેદભાવ કરી રહી છે. તેનું કબૂલાત નામુ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપ નેતાએ મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યો છે.


ભાજપ નેતા રમણ પાટકરના નિવેદન પર કોંગ્રેસે મુખ્યમંત્રીનું રાજીનામુ માંગ્યું છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખી ભાજપ નેતા સામે પગલા લેવા કરી માંગ કરી છે.


ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસીઓને પક્ષમાં સમાવવાના મુદ્દે વિપરીત દિશા પકડી હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ જણાવે કે, ભાજપમાં હવે વધુ કોઈ કોંગ્રેસીઓને આવકારવામાં આવશે નહી અને તેનાથી વિપરીત વાત ભાજપ્ના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહી છે અને તે એ છે કે કોંગ્રેસ હજી પણ તૂટશે. જો કે તેને લઈ કોંગ્રેસે પણ સરકાર પણ કયર્િ આકરા પ્રહાર કયર્િ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here