હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકશે , ખેતીની જમીન પરના પ્રતિબંધ યથાવત્: મોદી સરકારનો મોટો નિર્ણય

0
82

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશની કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવી સૂચના જાહેર કરવામાં આવી છે. જોકે ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.

બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે
જમ્મુ- કાશ્મીરના ઉપ-રાજયપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં આવે, એ માટે ઈન્ડસ્ટ્રિયલ માટે જમીનની જરૂરિયાત હોવાથી હવે કોઈપણ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. જોકે ખેતીની જમીન ફ્ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.

આપને જણાવી દઈએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરમાં ફ્ક્ત ત્યાના રહેવાસી જ જમીન ખરીદી અને વેચી શકતા હતા, પરંતુ હવે બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.

કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્રચના કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.

જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો
મહત્ત્વનું છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ 37૦થી મુક્તિ આપવામાં આવી છે, ત્યાર બાદ 31 ઓક્ટોબર, 2019ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here