જિયોપેજીસ ધ મેડ-ઇન-ઇન્ડિયા બ્રાઉઝર આવી ગયું છે

0
118

વેબ સિક્યુરિટી અત્યારે ચચર્િ અને અમલમાં મૂકવામાં આવનારો સૌથી મહત્વનો વિષય બની રહ્યો છે. ડેટા પ્રાઇવસી અને યુઝરને તેમની માહિતી પર નિયંત્રણ રાખવા માટેનો સંપૂર્ણ કંટ્રોલ આપે તેવું મેડ-ઇન-ઇન્ડિયા બ્રાઉઝર લોન્ચ કરવા માટે સૌથી શ્રેષ્ઠ તક અત્યારના સમય સિવાય બીજી કોઈ હોઈ શકે નહીં.

પ્રાઇવસીને કેન્દ્ર સ્થાને રાખી જિયોપેજીસ તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં વધારે સારું પર્ફોર્મન્સ આપે છે. આ બ્રાઉઝર પાવરફૂલ ક્રોમિયમ બ્લિન્ક એન્જિન પર તૈયાર કરવામાં આવ્યું છે, ફાસ્ટર એન્જિન માઇગ્રેશન, બેસ્ટ ઇન-ક્લાસ વેબપેજ રેન્ડરિંગ, ઝડપથી પેજ લોડ કરી, મીડિયા સ્ટ્રીમિંગ પણ એકદમ કાર્યક્ષમ રીતે કરી, ઇમોજી ડોમેઇન સપોર્ટ આપી અને એન્ક્રિપ્શન કનેક્શન સાથે આ બ્રાઉઝર તમને બ્રાઉઝિંગનો અલાયદો અનુભવ આપશે.
પરિકલ્પ્ના અને ડિઝાઇન સંપૂર્ણપણે ભારતમાં કરવામાં આવ્યા છે, તેવું જિયોપેજીસ પરંપરાગત બ્રાઉઝિંગના અનુભવ કરતાં અનેકગણું વધારે ઓફર કરે છે. તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં અલગ પડતાં આ બ્રાઉઝરના મહત્વના ફિચર્સ પર એક નજર નાખો:
પર્સનલાઇઝ્ડ હોમ સ્ક્રીન
ગૂગલ, બિંગ, એમએસએન, યાહૂ અથવા ડક ડક ગો જેવા માર્કેટમાં ઉપલબ્ધ અગ્રણી સર્ચ એન્જિનને યુઝર તેમના ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે મૂકી શકે તેવો વિકલ્પ આપવામાં આવે છે. યુઝર પોતાની પસંદગીની વેબસાઇટને ઝડપથી ખોલવા માટે તેની લિંક હોમ સ્ક્રીન પર પીન કરી શકે છે.
પર્સનલાઇઝ્ડ થીમ
બ્રાઉઝિંગ અનુભવને અનોખો બનાવવા માટે યુઝર કલરફૂલ બેકગ્રાઉન્ડ થીમના અનેક વિકલ્પોમાંથી એકની પસંદગી કરી શકે છે. રાત્રિના સમયે આંખોને આરામ મળે તે માટે યુઝર ડાર્ક મોડ પણ સ્વીચ કરી શકે છે.
પર્સનલાઇઝ્ડ ક્ધટેન્ટ
ભાષા, વિષય અને પ્રદેશને અનુરૂપ ક્ધટેન્ટ ફીડ યુઝરના પ્રેફરન્સ મુજબ કસ્ટમાઇઝ્ડ કરી શકાય છે. આ ઉપરાંત, જિયોપેજીસ એવા જ વિષયોના નોટિફિકેશન મોકલશે જે ક્યાં તો મહત્વના હોય અથવા યુઝરને રસ પડે તેવા હોય.
ઇન્ફોર્મેટિવ કાર્ડ
એક ઇન્ફોર્મેટિવ કાર્ડ વિષય મુજબના મહત્વના નંબર્સ, ટ્રેન્ડ્સ, સિમ્બોલ્સ અથવા હેડલાઇન્સને કેપ્ચર કરશે, ઉદાહરણ તરીકે સ્ટોક માર્કેટના ટ્રેન્ડ્સ, કોમોડિટી પ્રાઇઝીસ અથવા ક્રિકેટનો સ્કોર, અને આવી માહિતી આ કાર્ડ પર કોમ્પેક્ટ રીતે સ્ક્રીન પર ડિસ્પ્લે થશે જેના પર ક્લિક કરી શકાશે.
પ્રાદેશિક ક્ધટેન્ટ
આ બ્રાઉઝર આઠ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે: હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી. યુઝર તેમના પસંદગીના પ્રદેશ મુજબ પોતાની ક્ધટેન્ટ ફીડને કસ્ટમાઇઝ્ડ પણ કરી શકે છે. રાજ્યની પસંદગી કરતાંની સાથે જ તેમના રાજ્યની લોકપ્રિય સાઇટ્સ તેમના સ્ક્રીન પર આવી જશે.
એડવાન્સ્ડ ડાઉનલોડ મેનેજર
આ બ્રાઉઝર ફાઇલના પ્રકાર મુજબ ઓટોમેટિકલી તમે ડાઉનલોડ કરેલી ફાઇલ્સની ગોઠવણ કરી આપશે. જેમ કે ઇમેજ, વીડિયો, ડોક્યૂમેન્ટ્સ કે પેજીસ. તેનાથી યુઝર માટે ફાઇલનું મેનેજમેન્ટ આસાન થઈ જશે.
સિક્યોર ઇનકોગ્નિટો મોડ
બ્રાઉઝિંગ હિસ્ટ્રી સિસ્ટમમાં સ્ટોર ન થાય તેવી સુરક્ષા પૂરી પાડતો ઇનકોગ્નિટો મોડ પણ આ બ્રાઉઝરમાં છે. જિયોપેજીસના ઇનકોગ્નિટો મોડમાં યુઝર પોતાનો ચાર આંકડાનો પીન અથવા ફીંગરપ્રિન્ટ એક્સેસ કોડ તરીકે સેટ કરી શકે છે.
એડ બ્લોકર
આ બ્રાઉઝરમાં વણજોઈતી એડ્વટર્ઇિઝ અને પોપઅપ્સ બ્લોક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી યુઝરના અનુભવમાં ખલેલ ન પડે.
ડાઉનલોડ કેવી રીતે કરશો
જિયોપેજીસ ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ થઈ શકે છે અથવા નીચે આપેલો ક્યૂઆર કોડ સ્કેન કરો.
જિયોપેજીસ અત્યારે માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here