- ઓક્ટોબરમાં પણ સારો દેખાવ, અર્થતંત્રમાં ગતિશીલતાનો સંકેત
દેશમાં કોરોનાવાયરસ મહામારીને કારણે અર્થતંત્ર અત્યંત નબળું પડી ગયું હતું અને ખાસ કરીને લાંબાલચ લોકડાઉન ને પગલે અર્થતંત્રની પ્રવૃત્તિ સદંતર બંધ પડી ગઈ હતી અને ત્યારબાદ દેશ જ્યારે ખુલ્યો છે ત્યારે આર્થિક ગતિવિધિ ગતિશીલ બનવાના સંકેત મળ્યા છે.
સરકારના વરિષ્ઠ અધિકારીઓ એવી માહિતી આપી છે કે દેશમાં આઠ માસમાં પ્રથમ વાર જીએસટી કલેક્શન રૂપિયા એક લાખ કરોડને પાર જશે અને ઓક્ટોબરના અંતમાં આ સિદ્ધિ મેળવી લેવાશે.
બે ટોચના અધિકારીઓએ પત્રકારોને માહિતી આપી હતી કે પાછલા દિવસો દરમિયાન જીએસટી કલેક્શનમાં ભારે વૃદ્ધિ રહી છે અને તેનો અર્થ એવો છે કે દેશમાં બિઝનેસ ની પ્રવૃત્તિ વધી રહી છે અને ખાસ કરીને તહેવારના સમયમાં ઉત્પાદનમાં વધારો થયો છે.
અર્થ તંત્રના દરેક સેક્ટરમાં હવે ગતિ આવી ગઈ છે તેનો સંકેત સ્પષ્ટ રીતે મળી રહ્યો છે કારણ કે આઠ માસમાં પ્રથમ વાર સરકારની અપેક્ષા થી પણ વધુ જીએસટી નું કલેક્શન થઈ રહ્યું છે. દેશમાં 68 દિવસનું હાર્ડ લોકડાઉન રહ્યું હતું અને અર્થતંત્રને બધી જ પ્રવૃત્તિ સદંતર બંધ પડી ગઈ હતી પરંતુ ત્યારબાદ બંધને ઉઠાવી લેવામાં આવતા આર્થિક પ્રવૃત્તિ શરૂ થઈ હતી અને હવે તે નિણર્યિક તબક્કામાં પહોંચી રહી છે.
જીએસટી કલેક્શન અંગેના ડેટા પરથી આ બધી માહિતી ઉપલબ્ધ થઇ છે અને આગામી દિવસોમાં આર્થિક પ્રવૃત્તિ વધુ ગતિશીલ બનવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. લોકો ખરીદી કરી રહ્યા છે અને ઉત્પાદન વધી રહ્યું છે અને રોજગાર પણ લોકોને હવે મળી રહ્યો છે તે જ રીતે પોતાના ગામમાં ચાલ્યા ગયેલા પ્રવાસી મજૂરો પણ મોટા પ્રમાણમાં પાછા આવી ગયા છે અને કામે લાગી ગયા છે.
પાછલા આઠ માસ દરમિયાન જીએસટીના કલેક્શનમાં ઐતિહાસિક ખાડા પડી ગયા હતા પરંતુ હવે સ્થિતિ હવે સુધરી રહી છે અને જીએસટી કલેક્શનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.