પેટીએમ મનીથી હવે ETFમાં પણ રોકાણ કરો અને પૈસા કમાઓ, માત્ર 16 રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકાશે

0
115
  • તેની શરૂઆતમાં SEBI પાસેથી મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી છે
  • આગામી 12-18 મહિનામાં ETFsમાં 1 લાખ યુઝર્સ દ્વારા રોકાણ કરવામાં આવશે એવી કંપનીને અપેક્ષા છે

પેટીએમની માલિકીની સબસિડરી પેટીએમ મની (Paytm Money)એ તેના પ્લેટફોર્મ પર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) શરૂ કર્યું છે. SEBI પાસેથી મંજૂરી મળ્યા બાદ આની શરૂઆત કરવામાં આવી છે. પેટીએમ મની દ્વારા રોકાણકારો ઇક્વિટીમાં 16 રૂપિયા, સોનામાં 44 રૂપિયા અને નિફ્ટીમાં 120 રૂપિયા જેવી ઓછી રકમ સાથે ETF ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકશે.

12-18 મહિનામાં 1 લાખ યુઝર્સનું રોકાણ કરવાનું લક્ષ્યાંક
પેટીએમ મનીના CEO વરુણ શ્રીધરે એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની આગામી 12-18 મહિનામાં 1 લાખ યુઝર્સને પેટીએમ મની દ્વારા ETFમાં રોકાણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પેટીએમ મનીનું માનવું છે કે, ETF એ રોકાણકારના પોર્ટફોલિયોનો આવશ્યક ભાગ છે અને તમામ ભારતીયોએ તેમાં રોકાણ કરવું જોઈએ. પેટીએમ મનીએ તેને નવા રોકાણકારો માટે સુવિધાજનક બનાવવાનો પ્રયાસ કર્યો છે.

અનેક સુવિધાઓ મળશે
ઇન્ડેક્સ, ગોલ્ડ, ઇક્વિટી અને ડેટ કેટેગરીમાં ભારતમાં 69 પ્રકારના ETF છે. પેટીએમ મનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેના પ્લેટફોર્મનો ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ રોકાણકારોએ પસંદ કરેલા ETFsના ભાવમાં થયેલા ફેરફારને ટ્રેક કરવામાં મદદ કરે છે. આમાં યુઝર પ્રાઇઝ અલર્ટ પણ સેટ કરી શકે છે. પેટીએમ મની પર ETFની લાઇવ પ્રાઇસ અપડેટ થતી રહે છે. રોકાણકાર ઓપન માર્કેટ દરમિયાન સેલ ઓર્ડર આપી શકે છે અને પૈસા સીધા તેના બેંક ખાતાંમાં લઈ શકે છે.

ETF શું છે?
એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ETF) એ ઇન્ડેક્સ ફંડ છે. ETF શેર્સના એક સેટમાં રોકાણ કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ જેવાં જ હોય છે. જો કે, બંને વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે શેર્સની ખરીદવાની પદ્ધતિની જેમ ETF ફક્ત સ્ટોક એક્સચેન્જમાંથી જ ખરીદી અથવા વેચી શકાય છે. આ જ રીતે તમે એક્સચેન્જના ટ્રેડિંગ અવર્સ દરમિયાન પણ ETF ખરીદી શકો છો. ETFની શરૂઆત દેશમાં ડિસેમ્બર 2001થી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here