અકસ્માત માટે કુખ્યાત ગોંડલ ના ગુંદાળા રોડ પર આજે સવારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

0
166

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ ના ગુંદાળા રોડ પર આજે સવારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં 2 ના મોત તો 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા ઇજાગ્રસ્ત ને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માત માં બાઈક માં સવાર દાદા પૌત્ર નું મોત નિપજ્યા હતા અકસ્માતમાં હંસરાજભાઈ કુરજીભાઈ વીરપરિયા (ઉ.વ.80) નું ઘટના સ્થળે મોત થયું હતું અને પૌત્ર હિતેન પ્રવીણભાઈ વિરપરિયા (ઉ.વ.38) ની હાલત ગંભીર હોય સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું અકસ્માત માં મૃત્યુ પામનાર ના મૃતદેહ ને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જયારે ઇજાગ્રસ્ત પ્રતીક અશ્વિનભાઈ ભાલોડી (ઉ.વ.૨૦) અને કિશન અશ્વિનભાઈ ભાલોડી (ઉ.વ.૧૭) ને ઇજા થતાં ગોંડલ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ ની જાણ થતાં ગોંડલ સિટી પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here