ગુજરાતની બનાસ ડેરીએ હવામાંથી અલગ કર્યું પાણી, વડાપ્રધાન મોદીએ આપ્યો હતો આઈડિયા

0
74

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવાથી પાણી કાઢવાના વિચારને આકાર આપવાની દિશામાં પ્રયત્ન શરુ કરવામાં આવ્યા છે. ગુજરાતની બનાસ ડેરીમાં એક પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે જે શુદ્ધ હવામાંથી પાણીને અલગ કરવા પર કામ કરે છે. તાજેતરમાં ઊર્જા ક્ષેત્રે કાર્યરત ડેનમાર્કની એક કંપનીના  સીઇઓ સાથે વાત કરતાં વડાપ્રધાને આ વિચાર શેર કર્યો હતો. પોતાના દૂધ ઉત્પાદકોને ત્રણ ગણું બોનસ આપીને ચર્ચામાં આવેલી બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં એશિયામાં પ્રથમ છે, પરંતુ આ વખતે ડેરી નેતૃત્વએ પીએમ મોદીના બીજા વિચારને અમલમાં મુકાવા તરફ કામ કર્યું છે.   


વડાપ્રધાનનો વિચાર હતો કે  હવાથી પાણીને અલગ કરીને પાણીની સમસ્યા હલ કરી શકાય છે. ત્યારબાદ ડેરીએ વડાપ્રધાનના વિચારને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો અને આ દિશામાં કાર્ય શરૂ કર્યું. સૌર ઊર્જાની મદદથી વરાળને હવામાંથી અલગ કરવા માટે સફળતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, એક પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે, જેમાં દરરોજ 120 લિટર શુદ્ધ પીવાનું પાણી બનાવવામાં આવી રહ્યું છે.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here