નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી માટે વોટરોને ખાસ અપીલ કરી છે. મોદીએ ટ્વીટ કરતાં લખ્યું કે, બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં આજે પ્રથમ તબક્કાનું વોટિંગ છે. તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે, કોવિડ સંબંધી સાવધાનીઓ રાખતા લોકતંત્રના આ પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરો. દો ગજની દૂરીનું ધ્યાન રાખો, માસ્ક જરૂર પહેરો. યાદ રાખો, મતદાન પહેલાં, પછી જલપાન!
બિહારના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાન કરવા માટે વોટરોને અપીલ કરી છે. નીતિશ કુમારે કહ્યું કે, લોકતંત્રમાં મતદાન માત્ર અધિકાર નથી, પણ જવાબદારી પણ છે. તો રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વખતે ન્યાય, રોજગાર, ખેડૂત-મજૂર માટે તમારો વોટ માત્ર મહાગઠબંધન માટે હોય.