બિહારની 71 સીટો પર મતદાન: 8 મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર

0
80
  • કોરોનાના પ્રોટોકોલ વચ્ચે 2.14 કરોડથી વધુ મતદારો 1066 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે: અનેક સ્થળે ઈવીએમ બગડ્યા


બિહારમાં વિધાનસભા ચૂંટણી 2020ના પહેલા ચરણની 71 સીટો માટે આજે મતદાન થઇ રહ્યું છે. . મતદાન સવાર 7 વાગ્યે શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જોકે ચાર સીટો પર બપોરે ત્રણ વાગ્યા સુધી, 26 સીટો પર સાંજે ચાર વાગ્યા સુધી અને 5 સીટો પર સાંજે પાંચ વાગ્યા સુધી વોટિંગ થશે. 2.14 કરોડથી વધુ મતદારો 1066 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.આજે મતદાન દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું બરાબર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે અને દરેક મતદારોનું ટેમ્પરેચર માપવામાં આવે છે અને પછી જ મતદાન મથકમાં પ્રવેશ આપવામાં આવે છે. આજે મતદાનના પ્રારંભે જ કેટલાક બુથ ઉપર ઈવીએમ ખરાબ થયું હોવાની ફરિયાદ ઉઠી હતી. કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ પોતે મતદાન કરવા માટે ગયા ત્યારે ઈવીએમ ખરાબ થઇ ગયું હતું અને તેમને રાહ જોવી પડી હતી.
આજે જે મંત્રીઓની કિસ્મત ઇવીએમમાં કેદ થશે, તેમાં બિહારના કૃષિ મંત્રી અને બીજેપીના નેતા ડો. પ્રેમ કુમાર, જેડીયૂ નેતા અને બિહારના શિક્ષણ મંત્રી કૃષ્ણ નંદન વમર્,િ બીજેપીના નેતા અને શ્રમ મંત્રી વિજય કુમાર સિન્હા, બિહાર સરકારના અનુસૂચિત જાતિ જનજાતિ કલ્યાણ મંત્રી બૃજકિશોર બિંદ, બિહાર સરકારના પરિવહન મંત્રી અને જેડીયૂ નેતા સંતોષ કુમાર નિરાલા, ગ્રામીણ કાર્ય મંત્રી અને જેડીયૂ નેતા શૈલેશ કુમાર, બિહાર સરકારના વિજ્ઞાન તથા પૌદ્યોગિક મંત્રી જયકુમાર સિંહ અને રેવન્યૂ મંત્રી રામનારાયણ મંડળના નામ સામેલ છે.


બિહારમાં કુલ 7.29 કરોડ મતદાર છે. પહેલા ચરણમાં જે 71 સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે, ત્યાં 2.14 કરોડથી વધુ મતદાર છે. એટલે કે ન્યૂઝલેન્ડથી 6 ગણા વધારે. ન્યૂઝીલેન્ડમાં 34.87 લાખ મતદાર છે. અહીં મહિના પહેલા ચૂંટણી યોજાઈ હતી. એપ્રિલમાં દક્ષિણ કોરિયામાં પણ એક ચૂંટણી યોજાઈ હતી. ત્યાં પણ કુલ 4.39 કરોડ મતદાર હતા.આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
પહેલા ચરણમાં આરજેડીના 42 ઉમેદવાર તો જેડીયૂના 35 ઉમેદવારો ઉપરાંત બીજેપીના 29, કોંગ્રેસના 21, ભાકપા (માલે)ના 8. હિન્દુસ્તાની અવામ મોચર્િ (હમ)ના 6 અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી)ના એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત એલજેપીના 42 ઉમેદવારોનો નિર્ણય પણ આ ચરણના મતદાનમાં નક્કી થવાનો છે.


કોવિડ-19ની વચ્ચે યોજાઈ રહેલી ચૂંટણીને ધ્યાને લઈ ચૂંટણી પંચે સુરક્ષિત મતદાન માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે મુજબ એક મતદાન કેન્દ્રમાં મતદારોની સંખ્યા 1600થી ઘટાડીને 1000 કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here