પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામના ખોડીયાર મંદિર ખાતે હોમહવન યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ

0
112

પંચમહાલ જિલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામે આવેલા ખોડીયાર મંદિર ખાતે હોમહવન કરવામા આવ્યુ હતૂ.જેમા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.હવનપુજન કરીને યજ્ઞકુંડમા નાળીયેરની આહૂતી આપી હતી.

નવરાત્રી પર્વની ઉજવણી સમાપ્ત થઈ ગઇ છે.પંચમહાલ ના શહેરા તાલુકાના લાભી ગામે આવેલા ખોડીયાર મંદિરે હોમહવનનુ આયોજન ગ્રામજનો દ્વારા કરવામા આવ્યુ હતુ.ખોડીયાર મંદિર ખાતે દર વર્ષે ગરબાનુ આયોજન કરવામા આવેછે.પણ આ વખતે કોરોનાની મહામારીને કારણે ગરબાનુ આયોજન રદ કરવામા આવેલ હતુ.માત્ર આરતી-પુજન કરવામા આવતા હતા.અહી ગામની માતાબાઈનુ સ્થાનક આવેલુ છે.જે ગામની રક્ષા કરે છે.આ વખતે કારણોસર દશેરાના પછીના બીજા દિવસે હોમહવન યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા ગામના વડીલો અગ્રણીઓ ઊપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ મહાપ્રસાદનૂ પણ આયોજન કરવામા આવ્યુ હતુ.


અહેવાલ – ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here