દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોરોનાનું સંક્રમણ પણ ન ફેલાય તે વાતને ધ્યાનમાં રાખી અને રાજકોટ શહેર પોલીસ જાહેરનામું બહાર પાડી કેટલાક નિયમો જાહેર કર્યા છે. આ નિયમો આગામી 2 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
દિવાળીના તહેવારમાં આ પ્રવૃતિઓ પર રહેશે પ્રતિબંધ
1. દિવાળી અને દેવદિવાળી પર ચાઈનીઝ તુલ્લક, ચાઈનીઝ લેંટર્નનું વેચાણ અને તેને ઉડાડવા પ્રતિબંધિત રહેશે. રાજકોટ શહેરની હદમાં પ્રજાજનો તેને ઉડાડી શકશે નહીં.
2. રાજકોટ શહેરના જાહેર રસ્તા, રોડ, ફૂટપાથ પર 2 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. જાહેર રસ્તા પર આતશબાજી પણ પ્રતિબંધિત રહેશે.
3. 2 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રાત્રે 10થી સવારે 6 કલાક સુધી કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.
4. હોસ્પિટલ, કોર્ટ કે અન્ય કચેરીઓના 100 કિમી સુધીના વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે નહીં.
5. જાહેર રસ્તા પર બોમ્બ, રોકેટ કે અન્ય ફટાકડા ફોડી શકાશે નહીં.