હોસ્પિટલ ચોકથી ચૌધરી હાઇસ્કૂલ તરફ તમામ વાહનોને અવરજવર માટે મંજૂરી

0
56
  • હોસ્પિટલ ચોકના બ્રિજના કામ માટે અગાઉ બહાર પાડેલું જાહેરનામું રદ કરાયા બાદ સુધારા સાથે નવું જાહેરનામું બહાર પડાયું


શહેરમાં હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે આર.એમ.સી. દ્વારા થ્રિ-આર્મ ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હોય, જેથી જ્યુબેલી ચોકથી સિવિલ હોસ્પીટલ ચોક સુધી રોડની બંને બાજુ સર્વિસ રોડ ખોદાણનું કામ તથા ભૂર્ગભની પાઇપ લાઇન નાખવાનું કામકાજ પણ ચાલુ કરવામાં આવેલ છે. જેથી રોડ ઉપર કોઇ અકસ્માત ન બને તે માટે જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી 1 માસ માટે રોડ ઉપરની વાહન વ્યવ્હાર બંધ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે જાહેરનામાં સંદર્ભે કેટલાક સુધારાઓ કરીને રિવાઇઝ કરી નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે


જેમાં જાહેર કરેલી વિગતો મુજબ ખટારા સ્ટેન્ડથી આવતા અને જ્યુબેલી ચોક તથા ત્રિકોણ બાગ અને કાલાવડ રોડ તરફ જવા માંગતા વાહનો માટે હોસ્પિટલ ચોકથી સીવીલ હોસ્પીટલ ગેઇટ સુધી ચૌધરી હાઇસ્કુલ તરફ રસ્તો તમાર્ગે વાહનો માટે બંધ કરવા અંગેનું  જાહેરનામું મોકુફ રાખવામાં આવ્યું છે. અમદાવાદ તથા બરોડા તરફથી કવાડવા રોડથી એસ. ટી ડેપો તરફ જવા-આવવા માટે કુવાડવા રોડથી ડિલક્ષ ચોકથી ભાવનગર રોડ અમુલ સર્કલથી 80-ફુટ રોડથી નાગરિક બેંક ચોક થઇ એસટી ડેપો ખાતે અવર-જવર કરી શકશે. જામનગરથી આવતી બસો જામટાવર ચોકથી ધરમ સિનેમા ચોકથી ચૌધરી ચોકથી લવલી ગેસ્ટ હાઉસ ચોક જયુબેલી ચોક થઇ એસ.ટી.બસ સ્ટેન્ડ તરફ અવર-જવર કરી શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલક મોટર વાહન અધિનિયમ 1988ની કલમ-183 અને કલમ-184 ઠેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખ થી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ કામકાજના સ્થળે કોન્ટ્રાકટર તેમનો મોલ-સામાન લઈ અવર-જવર કરી શકે તે માટે જરૂરી પરવાનગી મેળવવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here