કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે પ્રેક્ટીકલ પરીક્ષા નહીં લેવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયો છે.આજે મળેલી એકેડેમિક કાઉન્સિલમાં લેવાયેલા નિર્ણય મુજબ ચાલુ વર્ષે પ્રેક્ટીકલના બદલે ઓનલાઇન વાઈવા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સેમેસ્ટર 3 અને 5 ના 25 હજાર વિદ્યાર્થીઓ સહિત અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પણ આ નિર્ણયની અસર થશે. ઓનલાઇન વાઈવા લેતા પહેલા વિદ્યાર્થીઓને તે અંગે વર્ચ્યુઅલ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે.
એકેડેમિક કાઉન્સિલના અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં નવા સત્રથી સ્કિલ બેઈઝ આઠ સટીફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવશે.મેડિકલ ફેકલ્ટીમાં 4, સાયન્સ ફેકલ્ટીમાં બે અને આટ્ર્સ ફેકલ્ટીમાં બે નવા અભ્યાસક્રમ શરૂ કરવાનું આજની બેઠકમાં નક્કી કરાયું છે.