એસબીઆઈ ગ્રાહકોને આપે છે ૭ પ્રકારના ડેબિટ કાર્ડ જાણી લો આ તમામ કાર્ડની પૈસા ઉપાડવાની લિમીટ

0
90

દેશની સૌથી મોટી ઋણદાતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) તેના ગ્રાહકોને ૭ પ્રકારના ડેબિટ કાર્ડ આપે છે. અને દર્રેકની અલગ અલગ રોકડ ઉપાડની પણ અલગ અલગ મર્યાદા હોય છે. જેમાં દરરોજ ૨૦,૦૦૦ ઉપદ કરવાની મર્યાદા છે , જયારે એસબીઆઈ પ્લેટીનમ ઈંટરનેશનલ ડેબીટ કાર્ડ ધારક દરરોજ એક લાખ રૂપિયા એટીએમની મદદ થી કાઢી શકે છે. જો તમને અલગ અલગ કાર્ડથી પૈસા ઉપાડવાની  લીમીટની  ખબર ન હોઈ તો જાણી લો તમામ કાર્ડની  વિગત અને તેનો ચાર્જ.


બચત ખાતા પર થતું ટ્રાન્જેક્સન


 એસબીઆઈના જણાવ્યા અનુસાર, સેવિંગ એકાઉન્ટ પર મહિનામાં તમે આઠ વખત ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ૮ થી વધુ વખત .ટ્રાન્ઝેક્શન કરવાથી બેંક ગ્રાહકો પાસેથી  ચાર્જ લે છે. જ્યાર્રે એસબીઆઇ ક્લાસિક ડેબિટ કાર્ડ માટે કોઈ ચાર્જ નથી. જોકે, બેંક દર વર્ષે ગ્રાહકો પાસેથી મેન્ટેનન્સ ચાર્જના નામે ૧૨૫ રૂપિયા અને જીએસટી લે છે. જયારે  ગ્રાહકે કાર્ડ બદલવા માટે ૩૦૦ રૂપિયા ચૂકવવા પડે છે. ગ્રાહકો આ કાર્ડ દ્વારા દરરોજ ૨૦,૦૦૦  રૂપિયા ઉપાડી શકે છે. જયારે એસબીઆઈ ગ્લોબલ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડની વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જના  ૧૭૫ રૂપિયા લે છે. દેશમાં આ કાર્ડની  પૈસા ઉપાડવાની  લીમીટ ૪૦,૦૦૦ રૂપિયા છે.


એસબીઆઇએ મુંબઈ મેટ્રો માટે વિશેષ કાર્ડ જારી કર્યું

એસબીઆઇએ મુંબઈ મેટ્રો માટે વિશેષ  ડેબિટ કાર્ડ જારી કર્યું છે. એસબીઆઈ મુંબઇ મેટ્રો કોમ્બો કાર્ડથી  તમે મુંબઇ મેટ્રોમાં મુસાફરી કરી શકો છો. આ કાર્ડ ઇસ્યુ કરવા માટે ૧૦૦ રૂપિયાનો ચાર્જ લાગે છે.પરંતુ આ મેટ્રો કાર્ડથી તમને ૫૦ રૂપિયા મળે છે. તેની વાર્ષિક મેન્ટેનન્સ ફી ૧૭૫ રૂપિયા છે. આ કાર્ડ ધારકો રોજ એટીએમમાંથી ૪૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here