કોરોનાની અસરમાંથી નિકળતાં રાજ્યોને સમય લાગશે

0
78
  • રિઝર્વ બેંકની ચેતવણી, નાણાંકીય હાલત અને તિજોરીઓ પર ગંભીર અસર દેખાઈ રહી છે


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે કોરોનાવાયરસ મહામારીની ઘાતક અસરમાંથી બહાર આવવામાં રાજ્ય સરકારોને ઘણો લાંબો સમય લાગશે અને કદાચ વર્ષો પણ લાગી શકે છે.


રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે અત્યારે પણ રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ છે અને તેમની તિજોરીઓ ખાલીખમ છે ત્યારે આગામી દિવસો એમના માટે ભારે પડકારજનક રહેવાના છે અને મહેસુલી આવક વધારવા નું કામ વધુ દુષ્કર લાગી રહ્યું છે.


અત્યારની રાજ્ય સરકારની સ્થિતિ જોતા એવું લાગે છે કે એમના માટે જે મુશ્કેલીઓ ઊભી થઇ છે તે આગામી કેટલાક વર્ષો સુધી યથાવત રહે તેમ દેખાય છે. રિઝર્વ બેન્ક દ્વારા તમામ રાજ્ય સરકારોની નાણાંકીય સ્થિતિ પર નો અહેવાલ જારી કરવામાં આવ્યો છે અને તેમાં આ પ્રકારની ચિંતાજનક વાત કરવામાં આવી છે.


તેમણે કહ્યું છે કે દેશમાં આવી સ્થિતિ એવી થઈ છે કે માગમાં ઘટાડો થયો છે અને તેને લીધે મહેસૂલી આવકમાં જોરદાર ઘટાડો થયો છે અને મહામારીને કારણે વિભિન્ન સ્તરો પર સરકારી ખર્ચ મા ઘણો વધારો થઇ ગયો છે અને તેને લીધે રાજ્ય સરકારો સંકટમાં સપડાયેલી છે.


મહેસૂલી આવકમાં સતત ઘટાડો રહ્યા બાદ તેની સામે ખર્ચમાં અચાનક વધારો થતા રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે. રાજ્ય સરકારોના બજેટ કેટલા વિશ્વસનીય છે તે પણ હવે એક મોટો પ્રશ્ન બની ગયો છે.


મોટાભાગના રાજયોએ મહામારી શરૂ થાય તે પહેલાં જ પોતાના બજેટ રજૂ કરી દીધા હતા અને એમના તમામ લક્ષ્યાંકો બગડી ગયા છે કારણ કે અચાનક કોરોના મહામારી માટે વધુમાં વધુ ખર્ચ કરવાની જરૂર પડી છે અને તેની સામે મહેસૂલી આવક સતત ઘટતી ગઈ છે. હવે આ ભયંકર કથળેલી નાણાકીય સ્થિતિને સુધારવામાં ઘણો લાંબો સમય લાગશે અને કદાચ વર્ષનો સમય પણ લાગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here