કોરોના હજુ ગયો નથી, ત્રીજા પીક તરફ વધી રહ્યા છે ત્રણ રાજ્યો: સરકારની ચેતવણી

0
182
  • કેરળ, પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હી કોરોનાના ત્રીજા તબક્કા તરફ આગળ વધી રહ્યા છે, જે ચિંતાની વાત છે


ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ ઘટી રહ્યાનું જોવા મળી રહ્યું છે, પરંતુ સરકારે લોકોને તહેવારોના સમયમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપી છે. કોરોના ખતરો કેટલો મોટો છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હવે ભારતના કેટલાક રાજ્યો પણ સંક્રમણની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યા છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી કોરોના સંક્રમણના ત્રીજા પીક તરફ આગળ વધી રહ્યા છે.


પાલે કહ્યું કે, ભારતમાં કોરોના મહામારી ’ઘટી રહી છે અને નિયંત્રણમાં છે’, પરંતુ તેમણે સાથે જ ચેતવણી પણ આપી કે, આપણે બેદરકાર ન રહેવું જોઈએ, આપણે સતર્ક રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી ત્રીજા પીક તરફ આગળ વધી રહ્યા, જે ચિંતાની વાત છે. પાલે કહ્યું કે, જો કોરોનાને રોકવાના તકેદારીઓનું યોગ્ય પાલન નહી થાય તો આવનારા દિવસોમાં વધુ મોટા પડકારો આવી શકે છે. તેમણે બધાને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને હાથ સાફ કરવાનું ચાલુ રાખવાની અપીલ કરી.


દરમિયાનમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તહેવારોના સમયમાં કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કણર્ટિક અને દિલ્હીમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ’માસ્ક પહેરવું, નિયમિત હાથ ધોવા અને એકબીજાથી અંતર જાળવી રાખવું મહત્વપૂર્ણ છે. અમને નોંધ્યું છે કે, તહેવારોના સમયમાં કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કણર્ટિક અને દિલ્હીમાં સંક્રમણના મામલા વધી ગયા છે અને એટલે આ નિયમોનું પાલન કરવું વધારે મહત્વપૂર્ણ છે.’


ભૂષણે કહ્યું કે, છેલ્લા 2 કલાકમાં દેશમાં કોવિડ-19થી મૃત્યુના 58 ટકા કેસ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને કણર્ટિકથી આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ગાળામાં આવેલા કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોમાં 49.4 ટકા કેરળ (4,287), પશ્ચિમ બંગાળ (4,121), મહારાષ્ટ્ર (3,645), કણર્ટિક (3,130) અને દિલ્હી (2,832)થી હતા.


ભૂષણે કહ્યું કે, ’અમે આ રાજ્યોના સંપર્કમાં છીએ. અમે આ રાજ્યોમાં અમારી ટીમો મોકલી છે. કેટલીક ટીમો પછી આવી રહી છે, જ્યારે કેટલીક અન્ય હજુ પણ રાજ્યોમાં છે. તેમનો રિપોર્ટ જમા થયા બાદ અમે ફરીથી રાજ્યો સાથે વાત કરીશું અને તેમને જણાવીશું કે, જો જરૂરી હશે તો કોવિડ-19નો સામનો કરવાની રણનીતિમાં શું ફેરફાર કરવો જોઈએ.’ તેમણે કહ્યું કે, ’એક દિવસ પહેલા જ કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સાથે વાત કરી છે અને આ સપ્તાહે મહારાષ્ટ્ર સાથે વાત કરાશે અને રણનીતિ તૈયાર કરાશે.’


ભૂષણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર, કેરળ અને કણર્ટિકમાં દેશના કુલ કોવિડ-19 કેસોના 8. ટકા કેસ છે, તો 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં દેશના કુલ કેસોના 78 ટકા કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here