દુનિયાને દરેક આફતની જાણકારી આપશે ઇસરો અને નાસાનું નિસાર

0
63

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) અને યુએસ સ્પેસ એજન્સી નાસા (નાસા) ૨૦૨૨ માં એક એવી સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે જે આખી દુનિયાને કુદરતી આફતોથી બચાવશે. એટલે કે, આવનાર આપતી વિષે ઘણા સમય પહેલાજ અ સેટેલાઈટ માહિતી આપી દેશે. આ સેટેલાઈટ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ હશે. જેનો સંભવિત ખર્ચ લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા હશે.

આ સેટેલાઈટના લોન્ચ થયા પછી જ્વાળામુખી, ત્સુનામી, ધરતીકંપ,, તોફાન, જંગલની આગ, દરિયાની સપાટીમાં ઘટાડો, અથવા તમે જે પ્રકારની આપત્તિઓની કલ્પના કરી શકો છો. તે બધી આપત્તિઓ આવ્યા પહેલા આ સેટેલાઈટ દરેકની માહિતી આપશે. આ સાથે, તે સમયાંતરે અવકાશમાં એકઠા થતા કચરા અને અવકાશથી પૃથ્વી પર આવતા જોખમો વિશે પણ માહિતી આપશે. ઇસરો અને નાસા મળીને સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ નામનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. જે અંતર્ગત નિસાર લોન્ચ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here