બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસે જાહેરાત કરી છે કે તેમના કાર્યકર્તાઓ સ્પેશ્યિલ ટ્રેકિંગ ડિવાઈસ પહેરશે. આ ડિવાઈસ કાર્યકર્તાઓના ગળામાં 24 કલાક રહેશે. પાર્ટી હાઈકમાનનું સ્પષ્ટ કહેવું છે કે કાર્યકર્તાઓને આ ડિવાઈસને સૂતા-જાગતા દરેક સમયે પહેરવી પડશે. પાર્ટીનો દાવો છે કે આ ડિવાઈસ દ્વારા કાર્યકર્તાઓનું મોનિટરિંગ થશે, જેથી રાજ્યમાં પાર્ટીને વધુ મજબૂત કરી શકાય.
તૈયાર કરી ટ્રેકિંગ ડિવાઈસ
એકબાજુ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી સુરક્ષાને નેવે મૂકીને વિદેશ યાત્રા કરતા રહે છે. આ દરમિયાન કાર્યકર્તાઓને પણ ખબર પણ નથી રહેતી કે તેઓ ક્યાં ગયા છે ત્યારે બીજી બાજુ કર્ણાટક કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકર્તાઓની દરેક હરકત પર બાજનજર રાખવાનું પ્લાનિંગ કરી રહી છે. આ માટે પાર્ટીએ એક ટ્રેકિંગ ડિવાઈસ પણ તૈયાર કરી છે. જેને દરેક કાર્યકર્તાએ પોતાના ગળામાં પહેરવી જોઈશે. કર્ણાટક કોંગ્રેસ (Karnataka Congress) અધ્યક્ષ ડીકે શિવકુમારનું કહેવું છે કે આ પગલું પાર્ટીમાં નવા ફેરફાર માટે ઉઠાવ્યું છે.