મોદી કેબિનેટનો નિર્ણય, પ્રવાસી મજૂરોને પીએમ આવાસ યોજનાના ફ્લેટ્સ ભાડે મળશે

0
244

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક મળી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત છેલ્લા 3 મહિનામાં 81 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ દર મહિને 5 કિલો અનાજ મફત મળ્યું છે. તો, જે અનાજ 2 રૂપિયા અને 3 રૂપિયામાં મળે છે, તો મળતું રહેશે. તેનો અર્થ છે કે છેલ્લા 3 મહિનામાં પ્રતિ વ્યક્તિને 15 કિલો અનાજ મળ્યું.

આત્મનિર્ભર યોજના અંતર્ગત સરકારે સૌથી મોટો નિર્ણય એ લીધો છે કે, પ્રવાસી મજૂરોને વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત 107 શહેરોમાં બનેલા ફ્લેટ્સ ભાડે આપવામાં આવશે. તેનું ભાડું લોકલ કોર્પોરેશન નક્કી કરશે.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ગત દિવસોમાં પીએમ મોદીએ આ વિસ્તાર કરવાની જાહેરાત કરી હતી. આજે મંત્રીમંડળે તેને લાગુ કર્યું છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધી આ યોજના લાગુ રહેશે, જેમાં એક વ્યક્તિને 5 કિલો મફત અનાજ મળશે. તેમણે કહ્યું કે, પહેલા 3 મહિનામાં 1 કરોડ 20 લાખ ટન અનાજ અપાયું અને આવનારા 5 મહિનામાં 2 કરોડ 3 લાખ ટન અના મફત આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ યોજનાનો ખર્ચ 1 લાખ 49 હજાર કરોડ રૂપિયા છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આઝાદી પછી એવું પહેલી વખત થઈ રહ્યું છે કે, 8 મહિનામાં 81 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે.

સરકારે ભર્યું કર્મચારીઓનું પીએફ
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકારે વધુ એક યોજનાનો વિસ્તાર કર્યો છે. જે નાના વ્યવસાય છે, જ્યાં 100થી પણ ઓછા કર્મચારી છે અને તેમાંથી 90 ટકા લોકો 15 હજારથી ઓછી સેલેરીવાળા છે, એવા કર્મચારીઓનો દર મહિને 12 ટકા પીએમ જાય છે અને તે સરકારે ભર્યું. 3 લાખ 66 હજાર ઉદ્યોગોને તેનો ફાયદો મળ્યો છે. ઉજ્જવલા યોજનાનો વિસ્તાર કરતા ગેસ લેનારી 7 લાખ 40 કરોડ મહિલાઓને સપ્ટેમ્બર સુધી સિલેન્ડર મળી જશે. તે ઉપરાંત કૃષિ ક્ષેત્રને એક લાખ કરોડ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અપાયું છે. તેમાં કૃષિ લોન પણ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here