કોરોનાને કારણે હાલ વાઇબ્રન્ટ સમિટ યોજવા અંગે કોઇ વિચાર નહીંઃ રૂપાણી

0
92
  • અધિકારીઓ કહે છે કે CMએ આવું જણાવ્યું નથી, પણ હાલ કોઇ તૈયારી ચાલતી નથી

દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી વર્ષે યોજાશે કે નહીં તે અંગે મોટી અસમંજસ છે. આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જાન્યુઆરી 2021માં યોજાવાની હતી પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમ જણાવ્યું કે હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અંગે કોઇ વિચાર નથી. આમ, આ બાબતને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નહીં યોજાય તે રીતે જોવામાં આવી રહી છે. જો આમ બને તો કોરોના સંક્રમણને કારણે 2003થી સતત યોજાતી રહેતી આ સમિટ પહેલીવાર નહીં યોજાય.

ગુજરાત સરકારના એક ખૂબ ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ન યોજવા અંગે સરકારના મંત્રીઓ કે અધિકારીઓ સાથે કોઇ ચર્ચા કરી નથી. આથી મુખ્યમંત્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન નથી કરવા માંગતા તેવું અર્થઘટન કરવું મુશ્કેલ છે. આ તરફ રાજ્ય સરકાના અન્ય એક ખૂબ ઉપરી અધિકારીએ જણાવ્યું કે લગભગ આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નહીં જ યોજાય. આ સમિટના આયોજન માટે ખૂબ તૈયારી કરવી પડે છે, હજુ સુધી કાંઇ તૈયારી થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here