આ ભાઈ PPE કિટ પહેરીને વેચી રહ્યો છે પાન-મસાલા

0
336

બનારસઃ કોરોના વાયરસના સંક્રમણને કારણે વેપાર ધંધા મુશ્કેલીની સ્થિતિમાં ચાલી રહ્યા છે. ત્યારે સૌ કોઈ પોતાની રીતે જુગાડ લગાવી રહ્યા છે. આવા જ એક પાનની દુકાનવાળાએ પણ જુગાડ લગાવ્યો. જે હાલ બનારસમાં પીપીઈ કિટ પહેરીને પાન-મસાલા વેચી રહ્યો છે.

ઈન્ડિયા ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આ વ્યક્તિનું નામ રાહુલ ચૌરસિયા છે. તેની નાનકડી પાનની દુકાન લંકા-અસ્સી રોડ પરના રવિન્દ્રપુરી વિસ્તારમાં આવેલી છે. લોકડાઉન દરમિયાન તેની દુકાન બંધ હતી પરંતુ અનલોકમાં તેની દુકાન ખોલવામાં આવી. તેને પોતાની અને પોતાના ગ્રાહકોની ચિંતા હતી. એવામાં વાયરસથી બચવા માટે તેણે પીપીઈ કિટ જેવો ડ્રેસ ખરીદ્યો અને હવે તે પહેરીને જ તે પાન-મસાલાનું વેચાણ કરે છે.

ચૌરસિયા જણાવે છે કે ‘હું આ ડ્રેસ પહેરીને દુકાન ખોલું છું. સવારે આખી દુકાન સેનેટાઈઝ કરવામાં આવેછે. જ્યારે પણ કોઈ ગ્રાહક આવે છે તેને પણ સેનેટાઈઝર છાંટીને પછી જ પાન આપે છે.’ આ રીતે પાન વેચવાથી તેમની અને તેમના ગ્રાહકોની સુરક્ષા રહે છે.