ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન, જાણો “કેશુબાપા” વિષે વિગતે……

0
159

કેશુભાઈ પટેલ (જન્મ:૨૪ જુલાઈ , ૧૯૨૮) એક ભારતીય રાજકારણી છે. કેશુભાઈ પટેલ ખેડૂતો ના નેતા તરીકે ઓળખાય છે. અને પાટીદાર સમાજ ના આગેવાન અને વરિષ્ઠ નેતા તરીકે ની છાપ ધરાવે છે.

તેમણે ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાત ના મુખ્યપ્રધાન તરીકે માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી સેવા આપી છે. તેઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટ્ણી માટે “ગુજરાત પરીવર્તન પાર્ટી” નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું. ૨૦૦૧માં તેમના પક્ષે બે મુખ્ય ચૂંટણી ગુમાવી, જેના કારણે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા.

૨૦૦૭ના રાજ્યચૂંટણી સમયે તેમણે તેમના જુથને પોતાના માટે મત આપવાની અરજી કરી હતી. પરંતુ આશ્ચયજનક રીતે નરેન્દ્ર મોદી સરળતાથી ચૂંટણીમાં જીત્યા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ કેશુભાઈના પત્ની લીલાબહેન પટેલ અમદાવાદ ખાતેના તેમના ઘરમાં આગ ફાટી નીકળ્યા બાદ મૃત્યુ પામ્યા હતા. કેશુભાઈ પટેલ રાજ્ય સભાના સાંસદ હતા, પરંતુ હવે જૂન ૨૦૧૨ પછી તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃતિ લઇ લીધી છે..

હાલ પણ દિગ્ગજ નેતાઓ ચુંટણી લડતા પહેલા કેશુબાપા ના નિવાસ સ્થાને તેમના આશીર્વાદ લેવા અચૂક જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here