ખોટના ખાડામાં ખદબદતા ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસોના મુસાફરો પડાવી જતાં ખાનગી વાહન ચાલકો સામે ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ કરાઇ છે જે અંતર્ગત ગઇકાલે રાજકોટ અને સાપર વિસ્તારમાંથી એક સ્લીપર કોચ અને પાંચ ઇકો કાર સહિત છ વાહનો ડિટેઇન કરાયા હતા.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે સિક્યુરિટી ટીમ દ્વારા નો પાર્કિંગ ઝોનનો ભંગ કરી એસટી બસના મુસાફરો પડાવી જતા ખાનગી વાહન ચાલકો સામે પોલીસની મદદ લઇને ઝુંબેશ શરૂ કરાઇ છે. તમામ એસટી બસ સ્ટોપ અને બસ સ્ટેશન વિસ્તારમાં લગાતાર ચેકિંગ થઇ રહ્યું છે.