રાજકોટમાં એર એમ્બ્યુલન્સનું લેન્ડિંગ: યુવાનને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ લઈ જવાયો

0
217

મેડિકલ ટુરિઝમમાં હવે રાજકોટ પણ અગ્રેસર: એર એમ્બ્યુલન્સની સુવિધા મળતા દર્દીઓને મળી રહે છે સારવાર, થોડા દિવસો પહેલા જ સાંસદ અભયભાઈ ભારદ્વાજને ચેન્નઇ લઈ જવા માટે આવી હતી એર એમ્બ્યુલન્સ


રાજકોટના એક યુવાન દર્દીને મુંબઈમાં સારવાર માટે લઈ જવા માટે આજે બપોરે એર એમ્બ્યુલન્સ આવી રહી છે. બપોરે એર એમ્બ્યુલન્સ લેન્ડ થવાની હોય જેને પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટીમ તેનાત કરવામાં આવી છે. રાજકોટ મેડિકલ ટુરિઝમ દિન-પ્રતિદિન હવે આગળ વધી રહ્યું છે ત્યારે મહિનામાં બે થી ત્રણ દર્દીઓને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. થોડા સમય પહેલા જ સાંસદ અભયભાઈ ભારદ્વાજ ને ચેન્નઈ ટ્રીટમેન્ટ માટે લઈ જવા એમ્બ્યુલન્સ આવી હતી ત્યારે આજે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલ ના એક યુવાન દર્દીને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈની ફોર્ટીઝ હોસ્પિટલ ખાતે લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના સુત્રોમાંથી મળતી વિગત મુજબ, આ દર્દી માટે મુંબઈથી એર એમ્બ્યુલન્સ ટેક ઓફ થઇ ચૂકી છે. દોઢ કલાકના અંતરમાં તે રાજકોટ આવી પહોંચશે અને બાર વાગ્યે અહીંથી આ દર્દીને સારવાર માટે લઈ જશે. જાણવા મળ્યા મુજબ હિરેન વડાળીયા નામના દર્દીની સારવાર ગીરીરાજ હોસ્પિટલમાં ડોક્ટર નીરવ પીપળીયા દ્વારા ચાલી રહી છે. તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ફોર્ટિસ હોસ્પિટલમાં કરવામાં આવનાર છે ત્યારે આ હોસ્પિટલની મેડિકલ ટીમ પણ અહીં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here