દિગ્ગજ IT કંપનીએ ભારતમાં શરૂ કરી છટણી, 18 હજાર લોકોની નોકરી પર લટકતી તલવાર

0
352

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની અસર હવે આઈટી કંપનીઓ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે, જેના કારણે છટણીની શરૂઆત થઈ ચૂકી છે. દેશની દિગ્ગજ આઈટી કંપની Cognizantએ દેશના અલગ-અલગ શહેરોમાં પોતાના  એમ્પ્લૉયીની છટણી શરૂ કરી દીધી છે.

આ દાવો IT એમ્પ્લૉયી યૂનિયન તરફથી કરવામાં આવ્યો છે.

આખા દેશની ઑફિસોમાંથી છટણીના ન્યૂઝ

કંપનીએ કેટલાક લોકોની છટણી કરી છે તે અંગે તો કોઈ ખાસ જાણકારી નથી પણ માનવામાં આવી રહ્યું છે કે, મોટી સંખ્યામાં કર્મચારીઓને બરતરફ કરાયા છે. ઑલ ઈન્ડિયા ફોરમ ફોર આઈટી એમ્પ્લૉયી (AIFITE)ના જનરલ સેક્રેટરી એજે વિનોદે કહ્યું કે, કોગ્નિજેન્ટે ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, કોચ્ચિ અને કોલકાતા ઑફિસમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરી છે.

18 હજાર કર્મચારીઓ પર જોખમ

AIFITEએ લેબર ડિપાર્ટમેન્ટ અને સરકારને કહ્યું કે, આશરે 18 હજાર જેટલા કર્મચારીઓ બેન્ચ પર છે. બેન્ચનો મતલબ તેમની પાસે અત્યારે કામ કરવા માટે કોઈ પ્રૉજેક્ટ નથી. આવામાં તેમની નોકરી જવાનો ખતરો ખૂબ વધુ છે.

કંપનીના CEOએ 13 હજાર છટણીની વાત કરી હતી
ઑક્ટોબર 2019માં કંપનીના CEO બ્રાયન હમફાયરે ઘોષણા કરી હતી કે, આગામી સમયમાં કંપની આખી દુનિયામાંથી 13 હજાર કર્મચારીઓની છટણી કરશે. જોકે. તે સમય કોરોનાનું નામ પણ દુનિયાની સામે આવ્યું નહોતુ. તે સમયે કંપનીએ કહ્યું હતું કે, આ 13 હજારમાંથી 6 હજાર કર્મચારી કન્ટેન્ટ મૉડરેશન બિઝનેસથી હશે જે કંપની ફેસબુક માટે કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કંપની પ્રયત્ન કરશે કે, આમાંથી 5 હજાર કર્મચારીઓને રી-સ્કીલ કરી ફરીવાર નોકરી પર રાખવામાં આવે.

ભારતમાં 2 લાખથી વધુ એમ્પ્લૉયી કરે છે કામ

કૉગ્નિઝેન્ટમાં છટણી એટલા માટે ગંભીર છે કારણ કે, આ બહુ મોટી IT કંપની છે. આખી દુનિયામાં તેના 2.9 લાખ કર્મચારીઓ છે. આમાંથી 70 ટકા (આશરે 2 લાખથી વધુ) ભારતમાં કામ કરે છે. ટાઈમ્લ ઑફ ઈન્ડિયાએ જ્યારે કંપનીના સ્પૉકપર્સન સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે, થર્ડ પાર્ટી દ્વારા છટણીની સંખ્યા અંગેના સમાચાર સાચા નથી. અત્યારે કંપની તરફથી આ અંગે કોઈ ઑફિશિયલ ઘોષણા થઈ નથી.