સુરતમાં ખેલાયો વધુ એક ખૂની ખેલ ઉધનામાં સાઢુભાઈનું ગળુ કાપી કરાઈ દર્દનાક હત્યા

0
178

રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં સાઢું ભાઈએ જ સાઢું ભાઈ ની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઉધના વિજયાનગર-1માં સાઢુભાઈએ પોતાના જ સગા સાઢું ભાઈની ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. અને ત્યાર પછી લાશ કોથળામાં બાંધીને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, મૂળ ઓડિશાના વાતની એવા મિત્તુ બટુક પ્રધાન(30 વર્ષ) લિંબાયતમાં રહે છે. તેનો સાઢુભાઈ કંદરપા પ્રધાન ઉધના વિજયાનગર-1માં રહે છે. ઓડિશામાં જમીન મુદ્દે બંને સાઢુ ભાઈઓ વચ્ચે ઘણા સમયથી ઝગડો ચાલતો હતો. જેને લઈને ગત બુધવારે મિત્તુ બટુક પ્રધાન જમીન મુદ્દે વાત કરવા માટે કંદરપાના ઘરે જતા બંને વચ્ચે ઝગડો થયો હતો. અને ત્યાર પછી કંદરપા પ્રધાને તેના સાઢુ ભાઈ મિત્તુ બટુક પ્રધાનની ગળુ કાપીને હત્યા કરી નાખી હતી.

કંદરપાએ મિત્તુ પર લેસપટ્ટીના ચાકુથી ઘા કરીને ગળુ કાપી નાખ્યું હતું. બાદમાં લાશને કોથળામાં બાંધીને ત્યાં જ મુકીને રૂમ બંધ કરીને નાસી ગયો હતો. મોડી રાત્રે પોલીસને બાતમીદારે માહિતી આપી કે વિજયાનગરમાં મકાનમાં લાશ પડી છે. તેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા કોથળામાં લાશ હતી. તપાસમાં તે લાશ મિત્તુની હોવાનું જણાયું.પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી કંદરપાને ડિટેઇન કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મરનાર મિટુ પ્રધાન લિંબાયત વિસ્તારનો રહેવાસી હતો. એટલું જ નહીં પણ લેસ પટ્ટીના કારખાનામાં કામ કરતો હતો. બુધવારની બપોરે મિટુ ઉધના વિજય નગરમાં સાઢુભાઈના ઘરે આવ્યો હતો. ત્યારબાદ રાત્રે એના ઘરમાંથી અતિશય દુર્ગંધ આવતા પોલીસ જાણ કરાઈ હતી. ત્યારબાદ હત્યારો નશાની હાલતમાં જ પોલીસના હાથે ચઢ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસ સ્ટેશનના ACP સી.કે.પટેલએ જણાવ્યું હતું કે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. મીતું બટુક પ્રધાનની હત્યા બાદ હત્યારા કંદરપા ઓડિશા ભાગી છુટે તે પહેલાં જ પોલીસે પકડી પાડ્યો હતો.બન્ને સાઢુભાઈને વતન ઓડિશામાં નજીક નજીકમાં જમીન હોય આ વિવાદમાં લેસપટ્ટીના તિક્ષણ હથિયાર જેવી પટ્ટીથી હત્યા કરવામાં આવી છે હાલ વધુ તપાસ ચાલુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here