મોરબીમાં કિસાન સહાય યોજના, કપાસ ખરીદી સહિતના પ્રશ્ર્ને ભારતીય કિસાન સંઘ મેદાને

0
70

ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના વળતર, સીસીઆઈમાં કપાસ ખરીદી સહિતના પ્રશ્ને મોરચો માંડ્યો છે અને મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે.ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લા દ્વારા મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ થવા છતાં ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો નથી મુખ્યમંત્રી કિસાન યોજના મુજબ નુકશાન પેટે વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે ઉપરાંત કપાસની સીસીઆઈ ખરીદીમાં હજી કોઈ જાહેરાત કરેલ નથી ખેડૂતોનો કપાસનો માલ તૈયાર છે હાલ બજારમાં કપાસના ભાવનું પ્રમાણ ઓછું છે જેથી તાત્કાલિક સીસીઆઈ ખરીદી કરવી જોઈએ તે ઉપરાંત સૌરાષ્ટ્રના ખેડૂતોને બિનવારસી પશુઓ જેવા કે આખલા, બળદ અને બાખડ ગાયો જેવા પ્રાણીઓ ખેતીને ભયાનક નુકશાન કરે છે ખેડૂતોને પોતાના ખેતર ફરતી રક્ષણ માટે દીવાલ અને તાર માટે ખર્ચ કરવાની તાકાત હોતી નથી જેથી બિનવારસી પશુઓના નિકાલ થાય તેવા તાત્કાલિક પ્રયાસ કરવા માંગ કરી છે.


ઉપરાંત ગુજરાત સરકારે પાંજરાપોળો માટે આ વર્ષે નવી સહાયની જે જાહેરાત કરેલ છે તે જાહેરાતમાં જમીનમર્યાદા જે રાખેલ છે તે યોગ્ય નથી ઘણી ગૌશાળાઓ અને પાંજરાપોળો પાસે માલિકીની જગ્યા નથી છતાં લાખો ગાયોની સેવા કરે છે સરકારે દરેક ગાયોને મદદરૂપ થઇ સકે તે માટે જમીન મર્યાદા નિયમ લાગુ ના પડવો જોઈએ દરેક ગાયોને સહાય મળે તેવું આયોજન સરકાર કરે તે પશુપાલકોના હિતમાં છે ઉપરાંત જીઇબીનું ખાનગીકરણ કરવા આયોજન થઇ રહ્યું છે જો જીઇબીનું ખાનગીકરણ થશે તો કંપનીઓ દ્વારા આમ જનતા અને ખેડૂતોને લૂંટવાના પ્રયાસો થશે ખેડૂતોની મુશ્કેલીઓ વધશે જેથી સરકારે પ્રજાહિતમાં નિર્ણય લેવો જોઈએ જે તમામ મુદાઓના ઉકેલ લાવવા માંગ કરી છે અન્યથા ભારતીય કિસાન સંઘે આંદોલનના માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here