ઓડદર ખાતે 1રર પશુ: પકડેલા અન્ય પશુઓ કયાં? તેવો સવાલ

0
128

પોરબંદર શહેરમાં રખડતા પશુઓને પકડવામાં અને પકડયા બાદ સાચવવામાં પાલિકાનું તંત્ર વ્યવસ્થિત સુવિધા આપે તે જરી છે અને તે અંગેનું આવેદનપત્ર ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલ દ્વારા પાઠવવામાં આવ્‌યું હતું, તેમ છતાં પણ તંત્રએ દરકાર લીધી નથી તેથી નગરપાલિકાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે 360 પશુઓ પકડ્યા હતા અને તેને ઓડદરની ગૌશાળામાં રાખવામાં આવ્યા હતા પરંતુ તપાસ કરવામાં આવતા માત્ર 122 પશુઓ હાજર હતા તેથી અન્ય પશુઓ ગયા ક્યાં ? તેવો મહત્વનો સવાલ ઉભો થાય છે અને પકડેલા પશુઓ મૃત્યુ પામ્યા ? કે રઝળતા કરી દીધા ? તેવા પ્રશ્ર્નો ઉઠાવાયા છે.

  • આવેદનપત્ર પાઠવ્યા બાદ પણ પાલિકા જાગ્યું નહીં

પોરબંદરમાં પ્રાણી-પક્ષીઓની સેવા-સારવાર માટે કાર્યરત ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલ દ્વારા નગરપાલિકાના તંત્રને થોડા દિવસો પહેલા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્‌યું હતું કે, પોરબંદર નગરપાલિકા દ્વારા પોરબંદરમાંથી ગૌધનને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જીવદયાપ્રેમીઓ જાહેર જનતાનું પણ આ તરફ ધ્યાન દોરવા માંગીએ છીએ કે, વારંવાર જે ગૌધન અને શ્ર્વાનને પકડવા માટે અરજીઓ કરવામાં આવે છે ત્‌યારે પાલિકા આ પ્રાણીઓને પકડીને એની શું વ્યવસ્થા કરે છે એ પણ એક માણસ તરીકે આપણે જાણવું અને સમજવું જરી છે. આ પશુઓ આપણા પર જ આશ્રિત છે અને કુદરતની એક કડી છે કે જેના પર માનવ જીવન પર નિર્ભર છે. આ આપણું ગૌધન છે, આપણા વફાદાર મિત્રો શ્ર્વાન છે અને આપણે આપણી સુવિધા માટે અને નુકશાન ન પહોંચાડીએ પણ પ્રશાસનને એના માટે યોગ્ય વ્યવસ્થા કરવા ફરજ પાડી શકીએ છે. પશુઓના કારણે વારંવાર એકસીડન્ટના કારણો દશર્વિવામાં આવે છે એને પકડવા માટે તો શું વાહનો દ્વારા કે માણસો દ્વારા એકસીડન્ટ થાય છે તો વાહનોની સંખ્યા મર્યિદિત કરવામાં આવે છે? જો એકસીડન્ટનો રેશિયો જોઇએ તો પશુઓના કારણે થતા એકસીડન્ટ કરતા વાહનોના કારણે થતા એકસીડન્ટ અને માણસો દ્વારા થતા પશુઓના એકસીડન્ટનો રેશીયો વધારે છે. જો પશુ દવાખાને રોજ એકસીડન્ટમાં ઘાયલ કે મૃત્યુ પામેલા પશુ લઇ જવામાં આવે તો એની સંખ્યા ખુબ મોટી છે પરંતુ એ મુંગા છે બોલી નથી શકતા એટલે એને કોઇ ન્યાય નથી મળતો. જો આ પરિસ્થિતિનો યોગ્ય ઉકેલ લઇ આવવો હોય અને માણસો અને પ્રાણી બંનેને નુકશાન ન થાય એવી વ્યવસ્થા કરવી હોય તો નગરપાલિકા દ્વારા શ્ર્વાન ખસીકરણની કામગીરી હાથ ધરવી જોઇએ જે આજ સુધી કયારેય કરવામાં નથી આવી અને ગૌધનને ટેગ મારી અને એની સંખ્યાની ગણતરી કરવી જોઇએ અને માલિકો દ્વારા પશુઓને છોડવામાં આવે એના પર યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. અને જો નગરપાલિકા આ પશુઓને પકડે છે તો એના ખોરાક, પાણી, સારવાર, દવા ની પણ પુરતી વ્યવસ્થા હોવી જોઇએ તથા નગરપાલિકા પાસે અને રાખવા માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઇએ અને પશુને ત્‌યજી દેનારને દંડ, લોકભાગીદારી અથવા સેવાકીય સંસ્થાની મદદથી પણ આ પશુઓને નિભાવનો યોગ્ય રસ્તો અપનાવવો જોઇએ. આ પશુઓને પકડી રાખવા માટે નગરપાલિકા પાસે ઢોરડબ્બા અથવા ગૌશાળાની વ્‌યવસ્થા હોવી જોઇએ, આ પશુઓને પકડવા માટે તાલીમ લીધેલા લોકો અને પશુચિકિત્સક સાથે હોવા જરી છે, આ પશુઓને પકડતી વખતે પશુઓને ઇજા ન થવી જોઇએ એ રીતે યોગ્ય વાહન અને ટેકનીકનો ઉપયોગ કરવો જોઇએ, પશુઓને વાહનમાં મર્યિદિત સંખ્યામાં નિયમઅનુસાર ભરવા, પશુને પકડયા બાદ પકડાયેલા પશુની સંખ્યા ચોકકસ માહિતી માટે રજીસ્ટર અને ટેગની વ્યવસ્થા કરવી, નિર્દોષ પશુઓ કે જેને નગરપાલિકા દ્વારા પકડવામાં આવે છે એના માલીકો સામે દંડની કાર્યવાહી કરવી, જે જગ્યા પર આ પશુને રાખવામાં આવે છે ત્‌યાં પશુ નિભાવ માટે ઘાસચારા અને પાણીની પુરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવી, પશુના મેડીકલ ચેકઅપ અને બિમાર કે ઘાયલ હોય એની સારવાર માટે વેટરનીટી ડોકટરની વ્યવસ્થા કરવી, પકડયા પછી પશુઓને જે જગ્યા પર રાખવામાં આવે છે ત્યાં કેટલા દિવસ સુધી રાખવામાં આવે છે અને ત્યારબાદ એની શું વ્યવસ્થા કરવામાં આવે છે. તેવો સવાલ ઉઠાવાયો હતો.

  • પાલિકાએ 360 પશુઓને પકડયા હોવાનું જણાવ્યું હતું

પોરબંદર શહેરમાં પશુઓ પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે એ દરમિયાન પ્રજાજનોને ખલેલ પહોંચે નહીં તે માટે રાત્રીના સમયે બે ટીમો તૈયાર કરીને પશુઓ પકડયા છે તેમ જણાવીને ચીફ ઓફીસરે એમ જણાવ્‌યું હતું કે, શહેરના મુખ્ય વિસ્તારમાંથી અત્યાર સુધીમાં અંદાજે 360 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે અને રાત્રીના સમયે આ કામગીરી ચાલુ જ છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, નગરપાલિકાએ 360 પશુઓ પકડયા હોય તો તેને સાચવવા માટેની પુરતી વ્યવસ્થા છે કે કેમ? અને તેઓને કયાં રાખ્યા? અને તેઓને પુરતો ખોરાક મળે છે કે કેમ? તે અંગે પણ યોગ્ય કરવા માંગ થઇ હતી. પરંતુ ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલને માહિતી મળી હતી કે પાલિકાનું તંત્ર સુવિધાઓના દાવા કરે છે પરંતુ હકીકતમાં કાંઈક પરીસ્થિતિ અલગ જ છે તેથી બ તપાસ કરવા માટે તેઓ દોડી ગયા હતા.

  • તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી

પોરબંદરના ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલના નેહલબેન કારાવદરા સહીતની ટીમે ઓડદર ગામે જઈને ગૌશાળામાં તપાસ કરતા 360 પશુઓને બદલે માત્ર 122 પશુઓ જ મળી આવ્યા હતા અને કેટલાક પશુઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ જણાયું હતું. મૃતદેહો પણ ગૌશાળાના મેદાનમાં જ રઝળતા હતા. તો અન્ય પશુઓ ગયા ક્યાં ? તેવો સવાલ ઉઠાવાયો છે. તેમણે જણાવ્યું હતું કે ઓડેદર મુકામે આવેલ પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવેલ ગૌધન ધોમ તડકામાં ભૂખના દુ:ખથી તથા સારવારના અભાવથી અવારનવાર મોતને ભેટે છે. જેલમાં ભયંકર ગુન્હેગારોને પણ પૂરતું ખાવાનું મળે છે અને આ નિર્દોષ ગૌધન ચાર દિવાલની જેલમાં ભૂખથી તથા બિમારીથી પીડાય છે. આ ગૌધનના મોતનું જવાબદાર કોણ ? મરણ પામેલ ગૌધનનો ચુપચાપ નિકાલ થઈ જાય છે, કોઈ મેડીકલ ચેકઅપ વિના, આજે આવા બિમાર ગૌધનને ભરીને બાપુની ગૌશાળામાં સારવાર માટે ખસેડ્યા છે. હજી બિમાર જણાય તેવા ગૌધનને સારવાર કરાવવાની કામગીરી ચાલુ રહેશે અને ગૌધનને બચાવવાની લડત પણ ચાલુ રહેશે તેમ જણાવીને વધુમાં ઉમેર્યું હતું કે દિવસે દિવસો સુવિધા, ખોરાક અને સારવારના અભાવે આ મુંગા જીવ મરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here