રિપોર્ટ પોઝિટિવ આવતા જ અનિતા રાજ ક્વોરન્ટીન થયા, ત્યારબાદ સેટ પર હાજર અન્ય ત્રણ વ્યક્તિના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા

0
96

વેટરન એક્ટ્રેસ અનિતા રાજ કોરોનાનો શિકાર થયા છે. 58 વર્ષીય એક્ટ્રેસ ટીવી શો ‘છોટી સરદારની’ના શૂટિંગ દરમ્યાન કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. એવું સાંભળવા મળ્યું છે કે અનિતા સિવાય શો સાથે જોડયેલા અન્ય 3 મેમ્બર્સ પણ કોરોના પોઝિટિવ છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન અનિતા રાજે જણાવ્યું કે, ‘થોડા દિવસ પહેલાં મારી તબિયત નાજુક થઇ ગઈ હતી. મને હળવો તાવ પણ હતો. હું રોજ શૂટિંગ પર જાઉં છું માટે મેં કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. રિપોર્ટ આવતા જ હું સેલ્ફ ક્વોરન્ટીન થઇ ગઈ. ડોક્ટર્સની સલાહ બાદ હું અત્યારે ઘણું સારું ફીલ કરી રહી છું અને ક્વોરન્ટીન પિરિયડ પૂરો થતા જ હું શૂટિંગ શરૂ કરી દઈશ.

અનિતા રાજ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શોના મેકર્સે ટીમ મેમ્બર્સને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી જેમાં અન્ય 3 લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા. શોની લીડ એક્ટ્રેસ નિમૃત કૌર અહલુવાલિયાએ જણાવ્યું કે, ‘જી હા, સેટ પર અન્ય લોકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મેં પણ એક નહીં પણ બે વખત ટેસ્ટ કરાવ્યો જેમાં બંને વાર નેગેટિવ આવી છું. અનિતા મેમ અને ટીમના અન્ય સભ્ય હાલ ક્વોરન્ટીન છે.’

ટીવી એક્ટર્સ રાજેશ કુમાર, ઉર્વશી ધોળકિયા, ગુલકી જોશી, શ્વેતા તિવારી, અદિતિ ગુપ્તા, રાજેશ્વરી સચદેવ, મોહેના કુમારી, શ્રેણુ પરીખ, પાર્થ સમથાન, કરમ રાજપાલ, હિમાની શિવપુરી, સંજય ગંગનાની અને દિશા પરમારને પણ કોરોના થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here