ભારત હવે અંતરિક્ષથી રાખશે દુશ્મન પર નજર: 7મીએ સેટેલાઈટ લોન્ચ કરશે ઈસરો

0
57

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આ વર્ષનો પોતાનો પ્રથમ સેટેલાઇટ નવેમ્બરમાં લોન્ચ કરશે. આ સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 7 નવેમ્બરે બપોરે 3.02 મિનિટે લોન્ચ કરાશે. ઈસરોએ આ અંગે જાણકારી આપી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, સેટેલાઈટ ’ઈઓએસ-01’ (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ)ને પીએસએલવી-સી49 રોકેટ દ્વારા લોન્ચ કરાશે. આ સાથે જ 9 કસ્ટમર સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવશે. આ તમામને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) સાથે એક કમર્શિયલ એગ્રીમેન્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવી રહ્યા છે.


ઈએસઓ’-01’ અર્થ ઓબ્ઝર્વેશન રિસેટ સેટેલાઈટની એક એડવાન્સ્ડ સિરીઝ છે. એના સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર)માં કોઈપણ સમયે અને મોસમમાં પૃથ્વી પર નજર રાખવાની ક્ષમતા છે. આ સેટેલાઈટ વાદળોની વચ્ચે પણ પૃથ્વી પર નજર રાખી શકે છે. આ સેટેલાઈટથી ભારતીય સેનાને ઘણી મદદ મળશે. સેટેલાઈટની મદદથી ચીન સહિત તમામ દુશ્મનો પર નજર રાખવામાં સરળતા રહેશે. આ સાથે જ સેટેલાઈટનો ઉપયોગ ખેતી, ફોરેસ્ટ્રી અને પૂરની સ્થિતિ પર નજર રાખવા જેવી સિવિલ એપ્લિકેશ માટે પણ કરાશે. આ મિશન પછી તરત ઈસરો ડિસેમ્બરમાં જીસેટ-12આર કમ્યુનિકેશન સેટેલાઈટને પીએસએલવી-સી50 રોકેટ દ્વારા લોન્ચ કરવાની તૈયારીમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here