ઈનકમ ટેક્સ વિભાગે 1.26 લાખ કરોડ રૂપિયાનું આપ્યું ટેક્સ રીફંડ

0
75

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2020-21માં અત્યાર સુધીમાં 39 લાખ કરદાતાઓને 1.26 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કર્યું છે.  રાજ્ય નાણામંત્રી અનુરાગ ઠાકુરએ કરેલા એક ટવીટમાં જણાવાયું છે કે 39  લાખથી વધુ કરદાતાઓને 1,26,909 કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ આપવામાં આવ્યું છે.

 
આવકવેરા વિભાગે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કરવેરા રીફંડ માટેનો આંકડો 27 ઓક્ટોબર 2020 સુધીનો છે. વિભાગે 1 એપ્રિલથી 15 સપ્ટેમ્બરની વચ્ચે 30 લાખથી વધુ કરદાતાઓને 1.06 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કર્યું છે. આમાંથી 29,171 કરદાતાઓને રૂ .31,741 કરોડનું વ્યક્તિગત આવકવેરા રીફંડ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here