રાજકોટના હાથીખાનામાં કેશુબાપા માણસો રાખી ઘંટી ચલાવતા, હાલ મકાન બની ગયું, લોટની કોઈ પણ ફરિયાદ આવે તો માણસોને ખખડાવી નાખતા

0
271

રાજકોટના હાથીખાના વિસ્તારમાં કેશુબાપા અહીં ઘંટી ચલાવતા હતા, હાલ મકાન બની ગયું છે.

  • કેશુબાપા રાજકોટમાં મીટિંગ હોય ત્યારે જલેબી-ગાંઠિયા મગાવતા હતા, લાબેલાના ગાંઠિયા દાઢે વળગ્યા હતા
  • કેશુભાઈ પટેલને બાપાનું બિરુદ 1975માં વિધાનસભાની ચૂંટણી વખતે મળ્યું હતું, પાડોશી મહિલાએ કહ્યું, હું તેમના ખોળામાં રમતી

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. રાજકોટને જ કેશુબાપાએ કર્મભૂમિ બનાવી હતી. રાજકોટના હાથીખાના વિસ્તારમાં કેશુબાપા 15 વર્ષની વયે ઘંટી ચલાવતા હતા. કેશુબાપા માણસો રાખીને ઘંટી ચલાવતા હતા. લોટ અંગે કોઈપણ વ્યક્તિ ફરિયાદ લઈને આવતી ત્યારે કેશુબાપા તેમના માણસોને ખખડાવી નાખતા હતા. હાલ ઘંટી ચલાવતા હતા ત્યાં મકાન બની ગયું છે. ગંગાબેન દિનકરરાય પંડ્યાનો પરિવાર હાલ આ મકાનમાં રહે છે. કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી ગંગાબેન ગળગળાં થઈ ગયાં હતાં.

કેશુબાપા સાથે ગંગાબેનને 80 વર્ષ જૂનો પારિવારિક સંબંધ હતો
ગંગાબેન પંડ્યાએ ગળગળાં થઈને જણાવ્યું હતું કે કેશુબાપા અમારે ઘરે ખૂબ જ આવતા હતા. તેમની દળવાની ઘંટી અહીં ખૂણા પાસે હતી અને તેમનું મકાન પણ હતું. એમાં જ નીચે દળવાની ઘંટી હતી. ત્યાં માણસો પણ રાખ્યા હતા, જે દળવાનું કામ કરતા હતા. બધી મહિલાઓ ત્યાં જ દળાવા જતી હતી. જો કોઈ ફરિયાદ કરે કે લોટ ઓછો આવે છે કે સરખું નથી દળાયું તોપણ કાળજીથી ધ્યાન રાખતા હતા. અમારા ઘરે 100 વર્ષ જૂનો સંબંધ છે. 80 વર્ષથી મારો અને એ પેલાં મારાં સાસુને કેશુભાઈ સાથે પારિવારિક સંબંધ હતો. હું કેશુભાઈને ભાઈ કહીને બોલાવતી હતી. અમને કેશુભાઈ માટે ખૂબ જ લાગણી હતી. કેશુભાઈના નિધનથી અમને ખૂબ દુઃખ થાય છે. કેશુભાઈ અમારા પરિવારના બધાના હાલચાલ પૂછતા હતા.

રાજકોટનાં ગંગાબેન પંડ્યાને કેશુબાપા સાથે 80 વર્ષ જૂનો પારિવારિક સંબંધ હતો.

રાજકોટનાં ગંગાબેન પંડ્યાને કેશુબાપા સાથે 80 વર્ષ જૂનો પારિવારિક સંબંધ હતો.

કેશુબાપાને લાબેલાના ગાંઠિયા દાઢે વળગ્યા હતા
કેશુબાપાને રાજકોટના લાબેલાના ગાંઠિયા દાઢે વળગ્યા હતા. કેશુબાપા રાજકોટમાં આવતા ત્યારે કોઈ મીટિંગ હોય એટલે કાર્યકર્તાઓને કહેતા કે ગાંઠિયા-જલેબી મગાવો. બેઠક બાદ કેશુબાપા અને કાર્યકરો મન ભરીને ગાંઠિયા-જલેબી આરોગતાં અને અમીનો ઓડકાર ખાતા હતા. કમલેશ જોશીપુરાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેશુબાપા રાજકોટના હાથીખાના ચોકમાં ઘંટી ચલાવતા હતા. મેં 1975ની સાલમાં ભાજપના કાર્યકર્તા તરીકે પ્રવેશ કર્યો હતો.

કેશુબાપાનો મોબાઈલમાં ફોટો જોઈ ગંગાબેન ગળગળાં થઈ ગયાં.

કેશુબાપાનો મોબાઈલમાં ફોટો જોઈ ગંગાબેન ગળગળાં થઈ ગયાં.

1975માં કેશુભાઈ પટેલને રાજકોટમાં બાપાનું બિરુદ મળ્યું હતું
ચીમનભાઈ, કેશુભાઈ પટેલ, વજુભાઈ, અરવિંદભાઈ મણિયાર આ બધા મોભીઓ હતા. એ વખતે વિધાનસભાની ચૂંટણી હતી. અરવિંદભાઈ મણિયાર રાજકોટ 2માંથી અને રાજકોટ 1માંથી કેશુભાઈ પટેલ મનોહરસિંહજી જાડેજા સામે લડ્યા હતા. મારો અનુભવ છે કે તેઓ નાનામાં નાના કાર્યકર્તાની સુરક્ષાની કાળજી લેતા. બાપાના નામનું વિધાન થયું એ મને યાદ છે કે અરવિંદભાઈ મણિયાર હોલમાં કિસાન સંમેલન રાજકોટ ભાજપ જિલ્લાનું સાથે હતું ત્યારે ચીમનભાઈ સહિતની આખી શ્રેણી બેઠી હતી અને કોઈએ પ્રવચનમાં કીધું કે અહીં બાપા બેઠા છે પછી શું ચિંતા કરો છો તમે બધા.

રાજકોટના રંજનબેન અને કેશુબાપાના મકાનની એક દીવાલ હતી,

રાજકોટના રંજનબેન અને કેશુબાપાના મકાનની એક દીવાલ હતી,

કેશુબાપાના ખોળામાં હું રમતી અને મામા કહેતીઃ જૂના પાડોશી
રાજકોટના રંજનબેન નામની મહિલાએ જણાવ્યું હતું કે કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી ખૂબ જ દુઃખી થઈ છું. કેશુબાપાના ખોળામાં હું રમતી હતી. કેશુબાપાને હું મામા કહીને બોલાવતી હતી. અમારી અને કેશુબાપાના મકાનની એક જ દીવાલ હતી. હું નીચે હોવ ત્યારે કેશુબાપા ઉપરથી રાડ પાડે કે હાલ. અમને બોલાવ્યા વગર કેશુબાપા કંઇ પણ ખાતા-પિતા નહોતા. એટલું તેઓ અમારું ધ્યાન રાખતા હતા. અમારી અને કેશુબાપાની જ્ઞાતિ અલગ છે, પરંતુ તેઓ અમને એવી રીતે સાચવતા હતા કે બધાને એવું જ લાગતું હતું કે એક જ પરિવારના સભ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here