વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ખાતે સ્વ. કેશુબાપાના નિવાસસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી, થોડીક જ વારમાં નરેશ કનોડિયાના પરિવારજનોને મળશે

0
171

કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. જ્યાં સીએમ, રાજ્યપાલ સહિતના નેતાઓ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી એરપોર્ટથી સીધી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચી બાપાને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી છે. હવે તેઓ ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે તેમના પરિવારજનોને મળશે. તેમનો પરિવાર પણ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલો છે અને તેમના પરિવારને પણ પીએમ મોદી સાંત્વના પાઠવે એવી શક્યતા છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જશે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
9:45: 
વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
9:55: એરપોર્ટથી ગાંધીનગર કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જવા રવાના
10:05: ગાંધીનગર સ્વ.કેશુબાપાના નિવાસ સ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી
* કેશુબાપાના ઘરેથી ગાંધીનગર મહેશ-નરેશ કનોડિયાના ઘરે જશે અને પરિવારજનોને મળશે.
* 11.30થી 12 વાગ્યાની વચ્ચે વડાપ્રધાન કેવડિયા જવા રવાના થશે.
* સ્વ. કેશુબાપા અને નરેશ કનોડિયાના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.
* બેરીકેડ લગાવી દેવાયા, મેટલ ડિટેકટરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
* રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા અને એસપી મયુર ચાવડા સહિતના અધિકારીઓ પણ હાજર

સ્વ.કેશુભાઈ પટેલનો ગાંધીનગર ખાતે આવેલા બંગલો પર પોલીસ બંદોબસ્ત

સ્વ.કેશુભાઈ પટેલનો ગાંધીનગર ખાતે આવેલા બંગલો પર પોલીસ બંદોબસ્ત

PMએ સોશિયલ મીડિયા મારફત કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
સી-પ્લેન સહિતના અનેક પ્રોજેક્ટોના લોકાપર્ણ અર્થે વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ સૌથી પહેલા કેવડિયા જવાના હતા પરંતુ ગઈકાલે કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તો આજે અમદાવાદ આવશે અને ત્યારબાદ બપોર પછી કેવડિયા જવા નીકળશે. ગુરુવારે સોશિયલ મીડિયા મારફત કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પહાર પણ મોકલાવ્યો હતો.

મીડિયાને કેશુભાઈના ઘરથી 500 મીટર દૂર રખાયા, થ્રી લેયર સિક્યુરિટી ગોઠવાઈ

મીડિયાને કેશુભાઈના ઘરથી 500 મીટર દૂર રખાયા, થ્રી લેયર સિક્યુરિટી ગોઠવાઈ

બપોર બાદ કેવડિયા પહોંચી જંગલ સફારી સહિતનું લોકાપર્ણ કરશે
મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે. કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.

હીરાબાના ઘરે સિવિલ ડ્રેસમાં પોલીસ બંદોબસ્ત

હીરાબાના ઘરે સિવિલ ડ્રેસમાં પોલીસ બંદોબસ્ત

વિપક્ષ નેતા પરેશ ધનાણી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા

વિપક્ષ નેતા પરેશ ધનાણી કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here