રાજકોટના આ 7 વિસ્તારોને જાહેર કરાયા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન, કડક લોકડાઉનના નિયમ થશે લાગુ

0
176

રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે શહેરના 7 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહાપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના નાનામવા રોડ પર હેવલોક ટાવર, 3-17 પ્રહલાદ પ્લોટ, હરિધવા સોસાયટી, ગાંધીગ્રામ નેમિનાથ સોસાયટી, આર્યનગર સદગુરુ એપાર્ટમેન્ટ, વાણિયાવાડી 2-7 કોર્નર અને કોઠારિયા સોલવન્ટ એમ 7 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. અહીં કોરોનાના કેસ વધતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here