જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર ગામ પાસે બિહામણી પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ છએક મહિનાથી તૂટી ગઈ હોવા છતાંય નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા રીપેરીંગની ન કરી કોઈ મોટા અકસ્માત થવાની રાહ જોઇ રહ્યા હોય તેવુ વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.
તા.૧૧,વીરપુર (જલારામ): એક બાજુ સમગ્ર રાજ્યભરના નેશનલ હાઈ વેના રસ્તા એટલી હદે તૂટી ગયા છે કે ઘણા વાહન ચાલકોને તો વાહનના ટાયર અને વાહનની સલામતી માટે વાહનને પાર્ક કરીને મૂકી દેવા પડયા છે બીજી બાજુ સરકારે નવા મોટર વ્હીકલ એકટની અમલવારી કરીને વાહન ચાલકો પાસેથી રોજ લાખો કરોડો રૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે. ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડ્યા પર પાટુ મારતા હોય તેટલા ટોલ નાકાનો ટોલ ટેક્ષ આમાં વાહન ચાલકો ફરીથી ગાડા યુગમાં આવી જાય તેવો માહોલ સરકારે ઉભો કરી દીધો છે. આટલું ઓછું હોય તેમ કરોડો રૂપિયાનો ટોલ ટેક્ષ વસુલતા ટોલ નાકા પાસે રોડ, પુલ રીપેરીંગ કરાવાની હાઈ વે ઓથોરીટીની જવાબદારી હોવા છતાંય રીપેરીંગની કંઈ કામગીરી કરવામાં આવતી નથી. જેમાં જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે પર વીરપુર ગામ પાસે બિહામણીના પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ છેલ્લા છએક મહિનાથી તૂટી ગઈ છે જેમાં થોડા દિવસ પૂર્વે જ પેસેન્જર ભરેલ એક છકડો રીક્ષા પુલ નીચે ખાબકતા સહેજમાં રહી ગઈ હતી જો નીચે ખાબકી હોત તો ખૂબ મોટી જાનહાની થઈ જ હોત આમ આ રેલીંગ રીપેર ન કરી હાઈ વે ઓથોરિટી જાણે કોઈ મોટી જાનહાની થવાની રાહ જોતું હોય તેવું વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.
(તસવીર:- ગૌરવ ગાજીપરા, વીરપુર- જલારામ )
