ખાનગી કંપનીઓ અને રાજ્ય સરકારના કર્મીઓને પણ મળશે એલટીસી સ્કીમનો લાભ

0
72

કેન્દ્ર સરકારે લીવ ટ્રાવેલ ક્ધસેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો

મોદી સરકારે આજે એક મોટો નિર્ણય કર્યો છે, જેનાથી ખાનગી કંપ્નીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓને ફાયદો થશે, જેઓ એલટીસી કેશ વાઉચર સ્કીમ અંતર્ગત આવતા ન હતા. આજે સીબીડીટીએ કહ્યું છે કે, ખાનગી કંપ્નીઓ અને તમામ રાજ્ય સરકારોના કર્મચારીઓને પણ માન્ય એલટીસી ફેરની બરાબર કેશની ચૂકવણી પર આવકવેરામાં મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે, જેવું કે, કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવ્યું હતું. તે મુજબ, વધુમાં વધુ 36 હજાર રૂપિયા પર આવકવેરામાં મુક્તિ આપવામાં આવશે. જોકે, તેના માટે કેટલીક શરતોને પૂરી કરવી પડશે.
સીબીડીટીએ કહ્યું કે, કર્મચારીઓને આવકવેરામાં આ છૂટ ત્યારે જ મળશે, જ્યારે તેઓ 2018-19ના એલટીસીના બદલે આ વિકલ્પ્ને પસંદ કરે છે. સાથે જ એમ પણ કહેવાયું છે કે, કર્મચારીએ માન્ય એલટીસી ફેરના ઓછામાં ઓછા 3 ગણા રૂપિયા એવી વસ્તુઓ ખરીદવા પર ખર્ચ કરવા પડશે, જેના પર ઓછામાં ઓછો 1 ટકા જીએસટી લાગતો હોય. આ ચૂકવણી ડિજિટલ રીતે 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 વચ્ચે કરવાની રહેશે. એ કર્મચરી પાસે જીએસટી નંબરવાળું વાઉચર પણ હોવું જોઈએ અને એ વાતનો પુરાવો હોવો જોઈએ કે તેણે કેટલો જીએસટી ભર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકારે લીવ ટ્રાવેલ ક્ધસેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓએ હવે ટ્રાવેલ કરવાની કે રજા લેવાની જરૂર નથી. કર્મચારીઓને બ્લોક 2018-21 દરમિયાન મુસાફરીના ભાડાને બદલે સ્પેશિયલ પેકેજ ઓફર કરાયું છે. જણાવી દઈએ કે, લીવ ટ્રાવેલ ક્ધસેશન કે લીવ ટ્રાવેલ અલાઉન્સનો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે કર્મચારીએ રજા લઈને મુસાફરી કરી હોય. એટલે એલટીસી માટે અપ્લાય કરવા માટે મુસાફરી કરવી જરૂરી છે. જો રજા ન લીધી હોય તો એલટીસી માટે તે માન્ય નહીં કરાય. એટલે કે, જો કર્મચારી ફરવા ન જાય તો તેને સ્કીમનો પૂરો ફાયદો નથી મળતો. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વર્ષે એલટીએ સ્કીમ અંતર્ગત કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત કર્મચારીઓએ રજાઓના બદલે રેલવે કે હવાઈ મુસાફરીના ભાડાના 3 ગણા બરાબર રૂપિયાનો સામાન ખરીદવો પડશે કે કોઈ સર્વિસનો લાભ લેવાનો રહેશે. એટલે કે, કોઈ મુસાફરી કયર્િ વિના તે ટેક્સ સેવિંગનો લાભ પણ લઈ શકે છે. જે સામાન ખરીદવામાં આવે તેનો જીએસટી 12 ટકાથી વધુ હોવો જોઈએ. કર્મચારી આવા સામાનોને કેશ વાઉચર સ્કીમ દ્વારા ખરીદી શકે છે.
એક ઉદાહરણથી સમજો સમગ્ર ગણિત
જો કોઈ માન્ય એલટીસી  ફેર 20,000  4= 80,000 રૂપિયા છે તો તેને 80,000  3= 2,40,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. જે કર્મચારી આપેલ સમયમાં આટલાં પૈસા ખર્ચ કરશે, તેને જ પૂરું એલટીસી ફેર મળશે અને તેના પર આયકરનો લાભ ઉઠાવી શકશે. જો કે, તે કર્મચારી 1,80,000 રૂપિયા જ ખર્ચ કરે છે તો 75 ટકા એલટીસી (60,000) મળશે અને કર્મચારી તેના પર આયકરનો ફાયદો ઉઠાવી શકશે. જો તે કર્મચારીને એમ્પ્લોયર તરફથી એડવાન્સમાં જ પૂરા 80 હજાર રૂપિયા મળી ચૂક્યા છે તો તેને 20 હજાર રૂપિયા એમ્પ્લોયરને પરત કરવા પડશે.
કેન્દ્ર સરકારે હવે, આ સ્કીમ ખાનગી કંપ્નીઓ અને રાજ્ય સરકારોના કર્મચારીઓ માટે પણ લાગુ કરી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here