માસ્ક પહેર્યા વગર ગ્રાહકો દુકાનમાં આવશે તો દુકાન બંધ કરાવાશે

0
298
khabarchhe.com

હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિકમહામારી જાહેર કરાઈ છે. અને ભારતમાં પણ COVID-19 ના કેસો નોંધાયેલા છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરાના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવે છે.

સુરત શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણને ધ્યાને લેતા સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ગીચ વસ્તી હોવાને કારણે સોશિયલ ડીસ્ટન્સિંગ(SOCIAL DISTANCING) જળવાવું જોઈએ તે જળવાતું નથી અને નોવેલ કોરોના વાયરસ COVID-19 નું સંક્રમણ ફેલાવવાના કેસો વધતા જતા હોવાનું ધ્યાને આવ્યું છે. શહેરમાં તબક્કાવાર કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે જેમાં ડાયમંડ ટેકસટાઈલ ઉપરાંત અનાજ કરિયાણાની દુકાનો, દુધની ડેરી, શાકભાજીની દુકાનો, સલુન અને અન્ય દુકાનોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ ન હોવાના કારણે તેમજ દુકાનદાર અને ગ્રાહક દ્વારા માસ્ક ન પહેરવાને કારણે કોરાના સંક્રમણ વધી રહ્યું છે.

જેથી તમામ દુકાનદારોએ દુકાન પર માસ્ક વગર આવતા ગ્રાહકોને પ્રવેશ ન આપવો કે ચીજ-વસ્તુ ન આપવી તેમજ દુકાનની બહાર સોશીયલ ડીસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા ફરજીયાત કરવાના રહેશે. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન (એસ.ઓ.પી) નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં ચૂક કરવામાં કે બેદરકારી દાખવવામાં આવશે તો દુકાન બંધ કરાવવામાં આવશે તેવું સુરત મહાનગર પાલીકા તરફથી જણાવવામાં આવ્યું છે.

સુરત શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે આજરોજ મ્યુનિસીપલ કમિશનર બંછાનિધિ પાની,IAS અનેપોલીસ કમિશનર આર.બી.બ્રમ્હભટ્ટ,IPS દ્વારા વરાછા ઝોન-એ વિસ્તારમાં સ્મીમેર હોસ્પિટલ, પુનિત સર્કલ, અર્ચના બ્રીજ, રણુજાધામ સોસાયટી, સીતાનગર ચાર રસ્તા, પુણા તળાવ, સુંદરબાગ સોસાયટી, સત્યનારાયણ સોસાયટી, રચના સર્કલ, નીલકંઠ સોસાયટી વિગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને નિયત્રિત કરવા આ વિસ્તારના શહેરીજનોને ફરજીયાત માસ્ક પહેરવા સામાજિક અંતર જાળવી રાખવા તથા વાંરવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરવા, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનુ ટાળવા અને કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ શહેરીજનોને સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન (SOP) નું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here